ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યૂનો live video, કુલ્લુમાં બાસ નદીમાં રાફ્ટ પલ્ટી ગઈ, ટૂરિસ્ટને બચાવી લેવાયા

News18 Gujarati
Updated: June 19, 2021, 10:14 PM IST
ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યૂનો live video, કુલ્લુમાં બાસ નદીમાં રાફ્ટ પલ્ટી ગઈ, ટૂરિસ્ટને બચાવી લેવાયા
વાયરસ વીડિયો પરથી તસવીર

કુલ્લુથી આશરે ચાર કિલોમીટર દૂર બાશિંગ નજીક છરુડ પાસે એક રાફ્ટ બાસ નદીમાં પલ્ટી ગઈ હતી. જેમાં ચાર પર્યટક બેસીને જતા હતા. પરંતુ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

  • Share this:
કુલ્લુઃ હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુ જિલ્લાની બાસ નદીમાં એક રાફ્ટ પલટી મારી ગઈ હતી. જેના પગલે રાફ્ટ (Raft overturn in River) ઉપર સવાર મહિલા અને પુરુષ ટૂરિસ્ટના જીવ આફતમાં મૂકાયો હતો. ફૂંફાળા મારતી નદીમાં (Beas River Kullu) ફસાયેલા આ ટૂરિસ્ટને રેસ્ક્યૂ (Rescue the tourist) કરીને બચાવી લેવાયા હતા. રેસ્ક્યૂનો આ વીડિયો સોશિયલ મીડિયા (video viral on social media) ઉપર વાયરલ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે જિલ્લાના મુખ્યાલય કુલ્લુથી આશરે ચાર કિલોમીટર દૂર બાશિંગ નજીક છરુડ પાસે એક રાફ્ટ બાસ નદીમાં પલ્ટી ગઈ હતી. જેમાં ચાર પર્યટક બેસીને જતા હતા. પરંતુ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રાફ્ટ ઉપર બે જ લોકો દેખાઈ હ્યા છે. બંને ટૂરિસ્ટ રાફ્ટ ઉપર ઉંધા સુઈ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે અન્ય પર્યટકોને સુરક્ષીત રીતે બચાવી લેવાયા હતા. જ્યારે રાફ્ટ પલટી ત્યારે અન્ય એક વ્યક્તિએ રસ્સી વડે રાફ્ટને ચટ્ટાન વડે માંધી રાખી હતી.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારીઉલ્ટી રાફ્ટને કિનારે લવાઈ
પર્યટકો રાફ્ટ ઉપર ઉંધા ઉંઘેલા હતા ત્યારે ઊંધી રાફ્ટને પાણીમાં વહેવડાવીને કિનારે લવાઈ હતી અને પર્યટકોને સુરક્ષિત બચાવાયા હતા. બીજી તરફ ઘટના અંગે પોલીસને કોઈ જાણકારી મળી નથી. રાફ્ટમાં બેઠેલા પર્યટક ક્યાંના હતા એ અંગે હજી સુધી કોઈ જાણકારી મળી નથી.ઉલ્લેખનીય છે કે કુલ્લુમાં છાસવારે ટૂરિસ્ટ રીવર રાફ્ટિંગનો લૂફ્ત ઉઠાવે છે. પરંતુ બરસાલમાં પાણી વધારે હોવાના કારણે રિવર રાફ્ટિંગ કરવું ખતરાથી ભરેલું છે. કુલ્લુ મનાલી પ્રવાસન માટે વિશ્વમાં પણ જાણિતું છે.
Published by: ankit patel
First published: June 19, 2021, 10:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading