1.80 લાખ રૂપિયામાં પત્નીને વેચીને ખરીદી લીધો મોંઘો સ્માર્ટફોન, 2 મહિના પહેલા થયા હતા લગ્ન

News18 Gujarati
Updated: October 24, 2021, 8:38 PM IST
1.80 લાખ રૂપિયામાં પત્નીને વેચીને ખરીદી લીધો મોંઘો સ્માર્ટફોન, 2 મહિના પહેલા થયા હતા લગ્ન
સગીરે ઓરિસ્સા જઈને યુવતી કોઈના સાથે ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો (પ્રતિકાત્મક તસવીર)

Crime news- 24 વર્ષીય યુવતીને 55 વર્ષના આધેડને વેચી મારી, સગીરનો દાવો તેણે પોતાની પત્નીને વેચી ન હતી પરંતુ 60 હજાર રૂપિયામાં ગિરવે મુકી હતી

  • Share this:
નવી દિલ્હી : રાજસ્થાનમાં (rajasthan)લગ્નના બે મહિના પછી પોતાની પત્નીને 1 લાખ 80 હજાર રૂપિયામાં 55 વર્ષીય વ્યક્તિને વેચવાના (sells wife to 55 year old Rajasthan man)આરોપમાં 17 વર્ષીય યુવકની ધરપકડ (arrest)કરવામાં આવી છે. આરોપી કિશોર ઓરિસ્સાના (odisha)બોલાગીર જિલ્લાનો રહેવાસી છે. લગ્નના 2 મહિના બાદ ઓગષ્ટમાં યુવકે આર્થિક સમસ્યાઓનો હવાલો આપીને પત્નીને રાયપુર જવા માટે અને સાથે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે કહ્યું હતું પરંતુ રાયપુરના બદલે રાજસ્થાનના એક ગામ લઈ ગયો હતો. જોકે નવી નોકરીના (Job)થોડા દિવસો બાદ યુવકે પોતાની પત્નીને બારાં જિલ્લાના એક 55 વર્ષીય વ્યક્તિને 1 લાખ 80 હજાર રૂપિયામાં વેચી દીધી હતી.

બેલપાડા થાણા પ્રભારી બુલુ મુંડાએ જણાવ્યું કે, સગીર સોશિયલ મીડિયા દ્વારા એક 24 વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંનેને પ્રેમ થઈ જતાં તેમના પરિવારજનો પરંપરાગત રીતે લગ્ન કરાવી આપવા માટે રાજી થયા હતા.

આ પણ વાંચો - OYO રૂમમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, 3 યુવક અને યુવતીઓ આપત્તિજનક હાલતમાં પકડાયા

પત્નીને વેચીને આવેલા પૈસાથી તેણે મોંઘો સ્માર્ટફોન ખરીદ્યો અને ખાવા પાછળ પણ ખૂબ જ ખર્ચો કર્યો હતો. બાદમાં ઓરિસ્સા જઈને યુવતી કોઈના સાથે ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે યુવતીના પરિવારજનો યુવકની આ વાતથી સહમત થયા ન હતા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને કોલ રેકોર્ડની તપાસ દરમિયાન કશુંક ગરબડ લાગી હતી અને પુછપરછ દરમિયાન સગીરે પોતે પોતાની પત્નીને વેચી દીધી હોવાનું કબૂલ્યું હતું.

યુવતીને શોધવા માટે પોલીસની એક ટીમ બોલાંગીરથી રાજસ્થાન ગઈ હતી. બારા ગામ ખાતે ગ્રામીણોએ પોલીસનો રસ્તો જામ કરી દીધો હતો અને તેઓ યુવતીને પોલીસ સાથે જવા દેવાના મૂડમાં નહોતા. 55 વર્ષીય વ્યક્તિએ પોતે તે યુવતી ખરીદી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો - કરવા ચોથના એક દિવસ પહેલા દોરડું લઇને પહોંચી પત્ની, હાથ-પગ બાંધીને પતિની કરી પિટાઇજોકે આખરે પોલીસ યુવતીને બચાવવામાં સફળ રહી હતી અને પુછપરછમાં તેણે ઓરિસ્સામાં પોતાના માતા-પિતા પાસે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ તરફ સગીરે કરેલા દાવા પ્રમાણે તેણે પોતાની પત્નીને વેચી ન હતી પરંતુ 60 હજાર રૂપિયામાં ગિરવે મુકી હતી કારણ કે તેને હૃદયની બીમારી છે અને સર્જરી કરાવવાની જરૂર છે. શુક્રવારે સગીરને કોર્ટમાં રજૂ કર્યા બાદ સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો હતો.
Published by: Ashish Goyal
First published: October 24, 2021, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading