ફરિયાદ થઇ તો 24 કલાકની અંદર બંધ થઇ જશે FAKE A/C, સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવો નિયમ


Updated: June 24, 2021, 11:11 AM IST
ફરિયાદ થઇ તો 24 કલાકની અંદર બંધ થઇ જશે FAKE A/C, સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવો નિયમ
પ્રતિકાત્મક તસવીર

સરકારે કહ્યું કે, FAKE અકાઉન્ટની ફરિયાદ આવી તો 24 કલાકની અંદર નવાં IT નિયમો હેઠળ આ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયા (Social Media) દિગ્ગજોને આ મામલે જેમ માહિતી મળશે કે તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી: ફેસબૂક FACEBOOK, ટ્વિટર TWITTER, ઇન્સ્ટાગ્રામ INSTAGRAM અને યૂટ્યૂબ YOUTUBE જેવાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ્સ પર હવે ફેમસ પર્સનાલિટીઝ, પ્રભાવશાલી વ્યક્તિઓ કે પ્રખ્યાત બિઝનેસમેન અને અહીં સુધી કે સામાન્ય માણસ પણ ફેક પ્રોફાઇલ પર રોક લાગવી શકશે. કેન્દ્ર સરકારે નવાં IT નિયમો હેઠળ, સોશિયલ મીડિયા કંપનીઓને ફરિયાદનાં 24 કાલકની અંદર ફેક પ્રોફાઇલ બંધ કરવાનાં આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ નવું પગલું નવાં IT નિયમનો ભાગ છે. તેથી સોશિયલ મીડિયા SOCIAL MEDIA દિગ્ગજોએ આ આશયથી થતી ફરિયાદ પર તુરંત કાર્યવાહી કરવાની રહેશે.

આ પણ વાંચો- ગીર દર્શ સક્સેના બની ગયો રિહાન અંસારી, માતાએ FB ચેટ તપાસતા ઉડી ગયા હોશ!

ઉદહારણ તરીકે, જો કોઇ ફોલોઅર્સ બનાવવા આપને મેસેજ કે વધુમાં વધુ લોકો સુધી પહોચવા માટે કોઇ ફેમસ ફિલ્મ એક્ટર, કે ક્રિકેટર કે પછી કોઇ રાજનેતા કોઇ અન્ય યૂઝરની તસવીરનો ઉપયોગ કરે છે. અધિકારિક સૂત્રો અનુસાર, એવામાં સંબંધિત વ્યક્તિએ તેની તસવીર કે ફોટાનો પ્રયોગ કરવાનો રહેશે. આપત્તિ હોય તો તે ફરિયાદ કરી શકે છે. આ આશયનાં પ્રાવધાનને સોશિયલ મીડિયા કંપની માટે નવાં IT નિયમો શામેલ કરવામાં આવ્યાં છે. એવામાં જો કોઇ વ્યક્તિ જે તે વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ ફરિયાદ કરે છે તો તે ફરિયાદનું નિવારણ સોશિયલ મીડિયા કંપનીએ કરવાનું રહેશે.

આ પણ વાંચો- વાળ કલર કરાવતા પહેલાં એક વખત જોઇ લેજો આ PHOTOS, આપની સાથે થઇ પણ શકે છે આવું

સોશિયલ મીડિયા પ્લેટફર્મ્સ પર ફેમસ પર્સનાલિટીઝ, પ્રભાવશાળી વ્યક્તિઓ કે પ્રખ્યાત બિઝનેસમેનની ફેક પ્રોફાઇલ મોટી સમસ્યા છે. આવા ફેક અકાઉન્ટ બનાવવા પાછળ અલગ અલગ કારણ હોઇ શકે છે. આ પ્યોર પ્લે પેરોડી અકાઉન્ટથી લઇ મસ્તી કે પછી અપરાધ કે પછી નાણાકીય છેતરપીંડી કરવા માટે બનાવવામાં આવી શક્યા હોય છે.

આવા કેટલાંક અકાઉન્ટ તો લોકપ્રિય હસ્તીઓનાં ફેન્સ દ્વારા પણ બનાવવામાં આવેલાં હોય છે. કેટલાંક બોટ્સનાં માધ્યમથી ચાલે છે. એક લોકપ્રિય વ્યક્તિત્વની છબીને પોતાનાં પ્રોફાઇલ માટે ઉપયોગ કરવાં ઉપરાંત, કેટલીક ફેક પ્રોફાઇળ નિકટતાનો દાવો કરનારા અને મૂળ તસવીરને મોર્ફ કરી સેલિબ્રિટી/રાજનેતાની તસવીરમાં તેમની છબીને જોડી દે છે.આ પણ વાંચો- અંકિતા લોખંડેને ફરી આવી સુશાંતની યાદ! વરસી પહેલાં પોસ્ટ કરી, 'દૂરી કંઇ મહત્વ નથી રાખતી, કારણ કે...'

એક વેરિફાઇડ અકાઉન્ટ અંગે જાણાકારી સીમિત છે. ઘણાં યૂઝર્સને માલૂમ નથી કે ટ્વિટર પર એક બ્યૂ ટિક, એક વેરિફાઇ કરવામાં આવેલું અકાઉન્ટ દર્શાવે છે. નવાં IT નિયમ ઉપયોગકર્તાઓ તેમનાં ખાતાને વેરિફાય કરવાનાં વિકલ્પ આપે છે. પણ આ એક વોલિયન્ટરી પ્રેક્ટિસનાં રૂપમાં નજર આવે છે. આ આદેશ તે પ્લેટફર્મ માટે અનિવાર્ય છે જેઓને 'મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થો'નાં રૂપમાં જોવામાં આવે છે. જેમનાં યૂઝર્સની સંખ્યા 50 લાખથી વધુ છે.
First published: June 24, 2021, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading