જેલ મોકલનાર યુવતી સાથે જ કેદીએ કર્યા લગ્ન, 4 કલાકની પેરોલ લઈ મંગેતર સાથે લીધા ફેરા


Updated: August 26, 2022, 1:18 PM IST
જેલ મોકલનાર યુવતી સાથે જ કેદીએ કર્યા લગ્ન, 4 કલાકની પેરોલ લઈ મંગેતર સાથે લીધા ફેરા
જેલ મોકલનાર યુવતી સાથે જ કેદીએ કર્યા લગ્ન

Crime News: આ ઘટના 4 મહિના જૂની છે, સોનમ નામની યુવતીએ પોલીસ સ્ટેશનમાં લગ્નના નામે તેનું શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી ફરિયાદના આધારે પોલીસે 376નો ગુનો નોંધ્યો હતો અને યુવકને પકડીને જેલમાં ધકેલી દીધો હતો.

  • Share this:
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો છે, જેલવાસ કરાવનાર યુવતી સાથે જ કેદીએ લગ્ન કર્યા છે. કેદી 4 કલાકના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો અને યુવતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ફરી જેલના સળિયા પાછળ પહોંચી ગયો હતો.

આ ઘટના 4 મહિના જૂની છે, સોનમ નામની યુવતીએ પોલીસ સ્ટેશનમાં લગ્નના નામે તેનું શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી ફરિયાદના આધારે પોલીસે 376નો ગુનો નોંધ્યો હતો અને યુવકને પકડીને જેલમાં ધકેલી દીધો હતો.

આ પણ વાંચો:  18 વર્ષની યુવતીએ ત્રીસ હજારની ઉઘરાણી માટે એક્સ બોયફ્રેન્ડનું કર્યું અપહરણ, પાંચ લોકોની અટકાયત


વધુ વિગતો મજુબ પીલીભીતની રહેવાસી સોનમના લગ્ન શાહજહાંપુર જિલ્લાના નિગોહી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી અમિત કુમાર સાથે નક્કી થયા હતા. લગ્ન નક્કી થયા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ ગઇ હતી. આ દરમિયાન વાતચીત વધવા લાગી હતી. થોડા દિવસ બાદ યુવક અને યુવતી વચ્ચે દહેજની માંગણીને લઈને ઝઘડો થતાં ભોગ બનનાર યુવતીએ પોલીસ સ્ટેશનમાં પોતાના જ મંગેતર સામે દહેજ અને બળજબરીથી બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો.

પત્નીએ જ પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

કેસ નોંધાયા બાદ પોલીસે તરત જ અમિતની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો, પરંતુ બંનેના લગ્નની તૈયારી પૂરી થઈ ચૂકી હતી. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી, પરંતુ લગ્ન તૂટવાના કારણે સોનમના પરિવાર સામે મુશ્કેલી આવી ગઈ હતી. જેલમાં ગયા બાદ યુવકના પરિવારજનોએ સમાધાનની વાત કરીને અમિતની યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જે બાદ 23 ઓગસ્ટે લગ્ન નક્કી કરાયા હતા.

આ કેસમાં બંને પક્ષોએ કોર્ટમાં જઈને સોગંદનામું દાખલ કર્યું હતું અને પરસ્પર સમાધાન બાદ બળાત્કારના આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની વિનંતી કરી હતી. બાદમાં પોલીસ કસ્ટડીમાં લગ્ન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મુરાદાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ, 3 માસૂમ બાળકો સહિત 5ના સળગી જવાથી મોત

શહેરમાં આ લગ્નને લઈને ઘણી ચર્ચા છે. આ લગ્નમાં મોટી સંખ્યામાં પોલીસ દળો હાજર રહ્યા હતા. યુવતીની આસપાસ પોલીસનો ઘેરો હતો અને વરરાજા માટે જેલનું વાહન પણ ત્યાં હાજર હતું. જ્યારે વરરાજાને મંદિરમાં શણગારવામાં આવ્યો હતો. આ અનોખા લગ્નને જોવા માટે હજારો લોકો હાજર રહ્યા હતા અને લગ્ન બાદ બંનેને આશીર્વાદ મળ્યા હતા.
Published by: Rahul Vegda
First published: August 26, 2022, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading