પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 20 લોકોના મોત, પીએમ, ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો

News18 Gujarati
Updated: June 7, 2021, 11:47 PM IST
પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 20 લોકોના મોત, પીએમ, ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રીએ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય રકમને મંજૂરી આપી

  • Share this:
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ દૂર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય રકમને મંજૂરી આપી છે.

પશ્ચિમ બંગાળ આપદા પ્રબંધન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ બંગાળના ત્રણ જિલ્લામાં સોમવારે વીજળી પડવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મુર્શિદાબાદ અને હુગલી જિલ્લામાં 9-9 લોકોના અને પૂર્વી મેદિનીપુરમાં 2 વ્યક્તિના વીજળી પડવાથી મોત થયા છે.

આ પણ વાંચો - Free Vaccination: મફત વેક્સીનેશન, દિવાળી સુધી ગરીબોને મફત યોજના, સંબોધનમાં PM મોદીની મોટી જાહેરાત

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી મૃતકના પરિવારજનો અને સંબંધીઓને મારી સંવેદના. ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળના વિભિન્ન ભાગમાં વીજળી પડવાથી લોકોના મોતની ઘટના ઘણી દુખદાયી છે. મૃતકોના પરિજનોને મારી સંવેદના. ઇજાગ્રસ્ત લોકો જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના અલગ-અલગ ભાગમાં વીજળી પડવાથી મૃતકોના પરિવાર માટે પીએમએનઆરએફથી બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની મંજૂરી આપી છે. ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: June 7, 2021, 11:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading