એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાને પહોંચ્યો દીકરો, પછી જે થયું...

News18 Gujarati
Updated: April 26, 2021, 10:10 AM IST
એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાને પહોંચ્યો દીકરો, પછી જે થયું...
તસવીર: આરીફ ખાન

પિતાના મોત બાદ એક વ્યક્તિને મૃતદેહને સ્મશાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. જે બાદમાં વ્યક્તિએ પિતાના મૃતદેહને પોતાની કારની છત પર બાંધી દીધો હતો અને સ્મશાન ખાતે પહોંચ્યો હતો.

  • Share this:
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા (Uttar Pradesh coronavirus cases)માં પણ કોરોના વાયરસનો કહેર ચાલુ છે. અહીં સતત મોતનો આંકડો વધી રહ્યો છે. આ દરમિયાન હૉસ્પિટલમાં બેડ અને ઑક્સિજનની અછત (Beds and Oxygen shortage) તો છે જ, સાથે સાથે એમ્બ્યુલન્સ (Ambulance)ની પણ અછત છે. એટલું જ નહીં, કોરોનાને કારણે થઈ રહેલા ટપોટપ મોત બાદ સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવી પડી રહી છે. આ દરમિયાન આગ્રામાંથી એક તસવીર સામે આવી છે. આ તસવીરે બધાને ભાવુક કરી દીધા છે. સાથે સાથે આ તસવીરે તંત્રની પણ પોલ ખોલી નાખી છે.

હકીકતમાં પિતાના મોત બાદ એક વ્યક્તિને મૃતદેહને સ્મશાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. જે બાદમાં વ્યક્તિએ પિતાના મૃતદેહને પોતાની કારની છત પર બાંધી દીધો હતો અને સ્મશાન ખાતે પહોંચ્યો હતો. આ ઘટનાને જેણે પણ નજરે જોઈ તેઓ ભાવુક થઈ ગયા હતા.

આ પણ વાંચો: બાઇડન બોલ્યા- ભારતે જે રીતે કોરોના સંકટમાં અમારી મદદ કરી હતી, અમે એ રીતે જ મદદ કરીશું

કોરનાકાળમાં સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાનઘાટ પહોંચેલા વ્યક્તિએ પણ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પછી જ્યારે વારો આવ્યો ત્યારે દીકરાએ પિતાના મૃતદેહને કારની છત પરથી ઉતારીને અંતિમ સંસ્કાર કર્યાં હતાં. આ દરમિયાન હાજર લોકોની આંખમાંથી આંસુ છલકાયા હતા.

આ પણ વાંચો: 12 વર્ષની બાળકીના હાથ-પગ બાંધી સામુહિક દુષ્કર્મ, ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી

ઉલ્લેખનીય છે કે આગ્રા ઉત્તર પ્રદેશના એ શહેરમાં શામેલ છે જ્યાં કોરોના વાયરસ ખૂબ જ બેકાબૂ બની ગયો છે. આ કારણે દરરોજ અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.આ પણ વાંચો: Big News: કોરોનાને કારણે IPLમાંથી હટ્યો દિલ્હી કેપિટલ્સનો આર અશ્વિન


અમેરિકા ભારતનું ઋણ ઉતારશે!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) અને ઉપ-પ્રમુખ કમલા હેરિસે ભારત અને દેશના નાગિરકોની કોવિડની બીજી લહેર (Coronavirus second wave) વચ્ચે મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ મામલે ટ્વીટ (Tweet) કરવામાં આવ્યું છે. જો બાઇડને ટ્વીટ કરીને લખ્યું છે કે, અમેરિકા (United states) કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે ઉપયોગી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરું પાડતું રહેશે. બાઇડને ટ્વીટ કર્યું છે કે, "જેવી રીતે ભારતે ખરા સમયે કોરોના સંકટમાં અમેરિકાની મદદ કરી હતી તેવી જ રીતે અમે ભારતની મદદ કરવા માટે દ્રઢ છીએ."
Published by: Vinod Zankhaliya
First published: April 26, 2021, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading