છઠ્ઠા ચરણના મતદાન પહેલા બંગાળમાં હિંસા, બીજેપી કાર્યકર્તાની હત્યા

News18 Gujarati
Updated: May 12, 2019, 8:35 AM IST
છઠ્ઠા ચરણના મતદાન પહેલા બંગાળમાં હિંસા, બીજેપી કાર્યકર્તાની હત્યા
બીજેપીએ આ હિંસા માટે ટીએમસીને જવાબદારી ઠેરવી છે

લોકસભા ચૂંટણી 2019: બીજેપીએ આ હિંસા માટે ટીએમસીને જવાબદારી ઠેરવી

  • Share this:
લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા ચરણના મતદાન પહેલા પશ્ચિમ બંગાળથી હિંસાના અહેવાલ આવી રહ્યા છે. રવિવાર સવારે બીજેપીના બે કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં એકનું મોત થઈ ગયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે.

ઝારગ્રામમાં બીજેપીના બૂથ પ્રેસિડન્ટની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બીજેપના કાર્યકર્તા રમણ સિંહનું મોત હોસ્પિટલ લઈ જતાં પહેલા થઈ ગયું. બીજેપીનો આરોપ છે કે તેમની પર ટીઅમેસીના લોકોએ કુહાડીથી હુમલો કર્યો. જોકે કહેવામાં આવી રહ્યું છે કે તેમની શરીર પર ઈજાના કોઈ નિશાન નથી. પોસ્ટમોર્ટમ રિર્પોટ બાદ જ સાચા કારણ વિશે જાણી શકાશે.

બીજેપીએ આ હિંસા માટે ટીએમસીને જવાબદારી ઠેરવી છે. બીજેપીના નેતા કૈલાશ વિજયવર્ગીયે આરોપ લગાવ્યો કે ટીએમસીના કાર્યકર્તા રમણ સિંહના ઘરમાં ઘૂસીને હત્યા કરી. જોકે, ટીએમસીએ આ આરોપોને ફગાવ્યા છે. બીજી તરફ, ગઈ કાલે મિદનાપુરમાં બીજેપીના એક કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો.
Published by: Mrunal Bhojak
First published: May 12, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading