સો ક્યૂટ : નદીમાં ડૂબકી મારતા મદનિયા સહિત હાથી પરિવારનો વીડિયો વાયરલ


Updated: June 19, 2021, 4:09 PM IST
સો ક્યૂટ : નદીમાં ડૂબકી મારતા મદનિયા સહિત હાથી પરિવારનો વીડિયો વાયરલ
(Credit: Twitter)

લગભગ અઢી મિનિટ લાંબી આ ક્લિપ ભારતીય વન સેવાના સુધા રમણે 17 જૂને પોતાના ટ્વિટર પર શેર કરી

  • Share this:
થોડા દિવસ પહેલા ચીનમાં એક હાથીનો પરીવાર એક સાથે સુતો નજરે પડ્યો હતો. તે સમયે સોશિયલ મીડિયા પર એક યૂઝરે ટૂ ક્યૂટ કેપ્શન સાથે શેર કરેલ વીડિયોમાં હાથીનું બચ્ચું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે હાલમાં જ વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાથીનું બચ્ચું તેના માતાપિતા સાથે નદીમાં ડૂબકી લગાવતું નજરે પડે છે.

લગભગ અઢી મિનિટ લાંબી આ ક્લિપ ભારતીય વન સેવાના સુધા રમણે 17 જૂને પોતાના ટ્વિટર પર શેર કરી હતી. ક્લિપની શરૂઆત નદી કિનારે ઉભેલા બે હાથી અને એક મદનિયાથી થાય છે. હાથીના બચ્ચાને પાણીમાં તરવાનું મન થતા તે નદીમાં ગયું અને પછી પરત આવી ગયું હતું. જેવું હાથીનું બચ્ચું પાણીમાંથી પરત આવ્યું કે વયસ્ક હાથીઓ પણ તેની સાથે નદીમાં ડૂબકી લગાવવા ગયા હતા. હાથીના પરિવારે પાણીમાં થોડો સમય મસ્તી કરી હતી. બચ્ચાની માતાને મદનિયા પ્રત્યે વધુ સાવધાની રાખતી જોઇ શકાય છે. તે પોતાની નજરથી બચ્ચાને ક્યારેય દૂર કરતી નથી કારણે બચ્ચુ પાણીમાં તરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

આ વીડિયોના કેપ્શનમાં રમણે લખ્યું હતું કે, માતા હાથી પોતાના બાળક પ્રત્યે હંમેશા સતર્ક રહે છે અને તેને ત્યાં સુધી એકલું નથી મુકતી જ્યાં સુધી તેને વિશ્વાસ ન થાય કે પર્યાવરણ તેના માટે સુરક્ષિત છે. તેણે વધુમાં જણાવ્યું કે, વીડિયો જોવો અને તેના વ્યવહારને સમજવો ખૂબ સારો અનુભવ હતો.

આ પણ વાંચો - અમદાવાદ : મિત્રતા નિભાવવા શખ્સોએ કરી લૂંટ, આરોપીઓનું કામ જોઈને તમે પણ શરમાશોટ્વિટર યૂઝર નટરાજે શેર કરેલ આ સુંદર વીડિયોએ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું. ખાસ કરીને પાણીમાં મસ્તી કરી રહેલા હાથીના બચ્ચાએ લોકોના મન મોહી લીધા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં 18000થી વધુ લોકોએ જોયો છે અને 600થી વધુ લાઇક્સ મળી છે અને અસંખ્ય લોકોએ આ વીડિયો પર કમેન્ટ્સ પણ કરી છે. એક યૂઝરે માતાની સુંદરતા તરીકે વીડિયો પર કમેન્ટ કરી તો અન્ય યૂઝરે કહ્યું કે, પ્રકૃતિ દયાળુ અને બુદ્ધિમાન છે અને તે નથી ઇચ્છતી કે આટલું સુંદર જીવન ખરાબ થાય.

વધુ એક યૂઝરે જણાવ્યું કે આ વીડિયોએ તેને ફિલ્મ હટારીની યાદ અપાવી દીધી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, આ વીડિયોમાં એક માતાની સતર્કતા અને બાળકની બહાદૂરીને ખૂબ સારી રીતે કેદ કરવામાં આવી છે.
First published: June 19, 2021, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading