Mamata Banerjee Health Updates: મમતા બેનર્જીના પગમાં ગંભીર ઈજા, શ્વાસ ફુલવા અને છાતીમાં દુખાવાની ફરિયાદ

News18 Gujarati
Updated: March 11, 2021, 12:43 PM IST
Mamata Banerjee Health Updates: મમતા બેનર્જીના પગમાં ગંભીર ઈજા, શ્વાસ ફુલવા અને છાતીમાં દુખાવાની ફરિયાદ
નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા બાદ મમતા બેનર્જીને હૉસ્પિટલમાં દાખલ કરાયા, 48 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે

નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા બાદ મમતા બેનર્જીને હૉસ્પિટલમાં દાખલ કરાયા, 48 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે

  • Share this:
કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર નંદીગ્રામ (Nandigram)માં ચૂંટણી પ્રચાર દરમિયાન કથિત રીતે હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ કેટલાક લોકોએ મુખ્યમંત્રી સાથે ધક્કા-મુક્કી કરી, જેના કારણે તેઓ પડી ગયા. મમતા બેનર્જીનો બુધવાર રાત્રે એસએસકેમ હૉસ્પિટલમાં એક્સ-રે પાડવામાં આવ્યો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, મમતા બેનર્જીના જમણા પગમાં સોજો છે અને ગંભીર ઈજા થઈ છે. તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીના ડાબા પગની ઘૂંટીમાં પણ ગંભીર ઈજા થઈ છે. તેની સાથે જ પગ પર ઉઝરડાના નિશાન છે. આ ઉપરાંત જમણા ખભા ઉપર પણ ઈજા થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મમતાના કાંડા અને ગરદન ઉપર પણ ઈજા થઈ છે. SSKM હૉસ્પિટલના ડૉક્ટર એમ. બધોપાધ્યએ જણાવ્યું કે મુખ્યમંત્રીને આગામી 48 કલાક સુધો ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
પાંચ સીનિયર ડૉક્ટરોની એક ટીમ બનાવી

એક સીનિયર ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીને આ પરિસરના બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સમાં MRI માટે લઈ જવામાં આવ્યા. મમતા બેનર્જીનો ઉપચાર કરી રહેલી મેડિકલ ટીમ સાથે જોડાયેલા આ ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીના ડાબા પગનો એક્સ-રે પાડવામાં આવ્યો. અમે MRI પણ કરાવવા માંગતા હતા. તેમની ઈજાનું આકલન કર્યા બાદ સારવારની આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો, Statue of Unityના મૂર્તિકાર રામ સુતારના ઘરેથી 26 લાખ રૂપિયા રોકડા અને મોંઘાં ઘરેણાંની થઈ ચોરી

તેઓએ જણાવ્યું કે, MRI કર્યા બાદ મુખ્યમંત્રીને ફરી વિશેષ વોર્ડમાં લાવવામાં આવી શકે છે. ડૉક્ટરે કહ્યું કે, તેમને (હૉસ્પિટલથી) રજા આપતાં પહેલા અમારે તેમની સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. રાજ્ય સરકારે મમતા બેનર્જીના ઉપચાર માટે પાંચ સીનિયર ડૉક્ટરોની એક ટીમ બનાવી છે.

આ પણ વાંચો, કોરોના વેક્સિન લીધા બાદ મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે સાઈડ ઈફેક્ટ

રાજ્યપાલ મમતા ખબર અંતર પૂછવા હૉસ્પિટલ પહોંચ્યા

બીજી તરફ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ ઇજાગ્રસ્ત મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખબર અંતર પૂછવા બુધવાર રાત્રે SSKM હૉસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત હજારો તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકોએ તેમનો વિરોધ કરતાં પાછા જાઓના નારા લગાવ્યા. રાજ્યપાલે ઘટનાને લઈ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
Published by: Mrunal Bhojak
First published: March 11, 2021, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading