West Bengal Assembly Election 2021: મમતાનો આરોપ- ચૂંટણી પંચના રોજિંદા કામમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે ગૃહ મંત્રી અમિત શાહ

News18 Gujarati
Updated: March 16, 2021, 3:29 PM IST
West Bengal Assembly Election 2021: મમતાનો આરોપ- ચૂંટણી પંચના રોજિંદા કામમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે ગૃહ મંત્રી અમિત શાહ
જો બીજેપીવાળા પૈસા આપે અને રેલીમાં આવવા માટે કહે તો પૈસા લઈ લો પરંતુ વોટ માત્ર ટીએમસીને જ આપો- મમતા બેનર્જી

જો બીજેપીવાળા પૈસા આપે અને રેલીમાં આવવા માટે કહે તો પૈસા લઈ લો પરંતુ વોટ માત્ર ટીએમસીને જ આપો- મમતા બેનર્જી

  • Share this:
કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal Assembly Election 2021)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પર ગંભીર આરોપ લગાવ્યા છે. મમતા બેનર્જીએ એક ચૂંટણી રેલમાં દાવો કર્યો કે અમિત શાહ ચૂંટણી પંચના રોજિંદા કાર્યમાં દખલ કરી રહ્યા છે. એક રેલીમાં મમતાએ કહ્યું કે, શું ગૃહ મંત્રી દેશને ચલાવશે કે પછી એ નક્કી કરશે કે કોની ધરપકડ થશે કે પછી કોની ધોલાઈ થશે, કે પછી તેઓ નક્કી કરશે કે કઈ એજન્સી કોનો પીછો કરશે? બાંકુરામાં યોજાયેલી રેલી દરમિયાન મમતા બેનર્જીએ દુર્ગા પાઠ પણ કર્યો હતો.

મમતા બેનર્જીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કોરોના, અમ્ફાન સમયે બંગાળની મદદ નથી કરી. બંગાળમાં બહારના ગુંડાઓને ચૂંટજ્ઞી નહીં લડવા દઈએ. બીજેપી બાહુબલના જોરે બંગાળ ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે ચૂંટણી પંચ કોન ચલાવી રહ્યું છે? અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છીએ છીએ. તેઓ ચૂંટણી પંચના રોજિંદા કામમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો, અનેક બીમારીમાં રામબાણ યારસા ગંબૂની 1 કિલોગ્રામની કિંમત 20 લાખથી વધુ, જાણો કેમ છે તેને લઈને ચિંતાબંગાળની મુખ્યમંત્રીએ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહના બંગાળ પ્રવાસ ઉપર પણ મજાક ઉડાવી. મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ (ગૃહ મંત્રી અમિત શાહ) કોલકાતામાં કાવતરું કરી રહ્યા છે. ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પડાવી રહ્યા છે. ગૃહ સચિવને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન સરકારી અધિકારીઓને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે?

આ પણ વાંચો, બિલ ગેટ્સથી ઝુકરબર્ગ સુધી - Harvardના એવા ડ્રોપ આઉટ જેમણે દુનિયા બદલી નાંખી




મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બીજેપીની રેલીમાં લોકો નથી જતા. પૈસા આપીને લોકોને રેલીમાં બોલાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રીને દેશ પર ધ્યાન આપવું જોઈએ. જો બીજેપીવાળા પૈસા આપે અને રેલીમાં આવવા માટે કહે તો પૈસા લઈ લો પરંતુ વોટ માત્ર ટીએમસીને જ આપો.
Published by: Mrunal Bhojak
First published: March 16, 2021, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading