પશ્ચિમ બંગાળમાં ટીએમસી જીતી ગઈ પણ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી હારી ગઈ તો શું થશે?

News18 Gujarati
Updated: May 2, 2021, 12:37 PM IST
પશ્ચિમ બંગાળમાં ટીએમસી જીતી ગઈ પણ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી હારી ગઈ તો શું થશે?
તૃણમૂલ કોંગ્રેસ ભલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી જાય, પરંતુ મમતા બેનર્જીની હારથી ટીએમસીમાં બળવાના સૂર ઊભા થઈ શકે છે

તૃણમૂલ કોંગ્રેસ ભલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી જાય, પરંતુ મમતા બેનર્જીની હારથી ટીએમસીમાં બળવાના સૂર ઊભા થઈ શકે છે

  • Share this:
(સંદીપ કુમાર)

નવી દિલ્હી/કોલકાતા. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોમાં સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની ચૂંટણી (West Bengal Assembly Election Result 2021)ની થઈ રહી છે. પશ્ચિમ બંગાળ (West Bengal)ની ચૂંટણી પર ખાસ નજર એટલા માટે છે કારણ કે કેન્દ્રની સત્તારૂઢ બીજેપી (BJP), પશ્ચિમ બંગાળમાં 10 વર્ષથી શાસન કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને સીધી-સીધી ટક્કર આપી રહી છે. બીજેપીએ આ ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં દીદી મમતા બેનર્જી (Mamata Banerjee)ને હરાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી છે અને પ્રચાર માટે વડાપ્રધાન મોદી (PM Narendra Modi), અમિત શાહ (Amit Shah) સહિત અનેક દિગ્ગજ નેતાઓ સતત બંગાળ પહોંચ્યા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જી ત્રીજી વાર સરકાર રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જે એક વિધાનસભા સીટ પર સૌની નજર છે, તે છે નંદીગ્રામ સીટ (Nandigram Seat). અહીં મમતા બેનર્જી અને બીજેપીના શુવેન્દુ અધિકારીની વચ્ચે જોરદાર ટક્કર છે. ચૂંટણી પંચના સવારે 11.15 વાગ્યાના આંકડા મુજબ, બીજેપીના શુવેન્દુ અધિકારી 23495 વોટ (એટલે કે 57.89 ટકા વોટ) પ્રાપ્ત કરી ચૂક્યા હતા, જ્યારે મમતા બેનર્જીને તે સમય સુધી 15294 વોટ (એટલે કે 37.68 ટકા વોટ) મળ્યા. આ રીતે બંનેની વચ્ચે વોટોનું મોટું અંતર છે.

ભલે રાજ્યમાં ટીએમસી બહુમતના આંકડાથી આગળ છે, પરંતુ દીદી નંદીગ્રામ સીટથી પાછળ રહેતા જ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું તેઓ શુવેન્દુ અધિકારી સામે હારી જશે. તેને લઈને પાર્ટીમાં પણ ચિંતા છે. જાણકારો મુજબ, પાર્ટીની જીત, પરંતુ દીદીની હાર આવનારા સમયમાં રાજ્યના રાજકારણ અને ટીએમસીના પ્રભાવને પ્રભાવિત કરશે.

આ પણ વાંચો, કોવિડ-19 ટાસ્ક ફોર્સની સલાહ, કોરોના મહામારીને રોકવા દેશવ્યાપી લૉકડાઉન જરૂરી- રિપોર્ટ

કંઈક આવા જ સવાલ અને ચર્ચાઓ પણ સ્થાનિક રીતે શરૂ થઈ ગઈ છે કે મમતા બેનર્જીના હારવાથી પાર્ટીને શું-શું નુકસાન થઈ શકે છે?રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભલે પાર્ટી રાજ્યમાં ચૂંટણી જીતી જાય, પરંતુ મમતાની હારથી ટીએમસીમાં બળવાના સૂર ઊભા થઈ શકે છે. ખાસ તો અભિષેક બેનર્જીને લઈને પાર્ટીમાં નારાજગી વધી જશે, કારણ કે તેમનો પાર્ટી પર પ્રભાવ છે. ત્યાં સુધી કે નીતિગત નિર્ણયમાં તેમનો ઘણો દબદબો રહે છે. જેનાથી અનેક દિગ્ગજ નેતા અનેકવાર નારાજ રહ્યા છે. અભિષેકને મમતાના રાજકીય વારસદારના રૂપમાં જોવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત, તેમના હારતાં અભિષેકના કારણે દીદીની છબિને પણ આંચકો લાગશે. ટીએમસી છોડીને બીજેપીમાં સામેલ થયેલા નેતાઓનું માનવું છે કે હવે તૃણમૂલ મમતા નહીં પરંતુ અભિષેક બેનર્જીના હાથમાં આવી ચૂકી છે. તેના માટે મમતા ઘણા સમયથી તૈયારી કરી રહ્યાં હતાં. શુવેન્દુ અધિકારીને પણ ટીએમસી છોડવા મજબૂર કરવામાં આવ્યા.

આ પણ વાંચો, બંગાળ ચૂંટણી 2021: શુવેન્દુ અધિકારીનું નંદીગ્રામ સીટ જીતવું અને મમતા બેનર્જીને હરાવવું આટલું મહત્ત્વનું કેમ?

મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તર પર મોદી વિરોધી ચહેરાના રૂપમાં પણ જોવામાં આવે છે. સમયાંતરે અને આ ચૂંટણીમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેઓ મોદી અને શાહની જોડીને એકલા હાથે હરાવી શકે છે અને જો તેઓ નંદીગ્રામ સીટ હારી જાય છે તો તેનાથી તેમને મોટો આંચકો પણ લાગી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: May 2, 2021, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading