PM મોદીએ કહ્યું- દીદી મારૂ અપમાન કરો પણ બંગાળના લોકોનું નહીં

News18 Gujarati
Updated: April 3, 2021, 5:59 PM IST
PM મોદીએ કહ્યું- દીદી મારૂ અપમાન કરો પણ બંગાળના લોકોનું નહીં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે હુગલીમાં જનસભા કરી

પીએમે કહ્યું-બંગાળમાં બીજેપીની સરકાર બનતા જ પ્રથમ કેબિનેટમાં રાજ્યમાં પીએમ કિસાન સન્માન નિધિને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવશે. બંગાળમાં બીજેપીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં અવશ્ય આવીશ

  • Share this:
કોલકાતા : પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં (West Bengal Assembly Elections 2021) બે તબક્કાનું વોટિંગ સમાપ્ત થઇ ગયું છે. ત્રીજા તબક્કામાં 31 વિધાનસભા સીટો પર વોટિંગ પહેલા મતદાનને આકર્ષવા ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ બંનેએ બધી તાકાત લગાવી દીધી છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે હુગલીમાં જનસભા કરી હતી.

હુગલીમાં રેલી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં જેટલું વોટિંગ થયું તેના કરતા વધારે વોટિંગ બીજા તબક્કામાં થયું છે. આગામી તબક્કામાં તમારી પાસે વોટિંગના બધા રેકોર્ડ તોડવાનો સમય છે. દરેક તબક્કાની ચૂંટણી સાથે દીદી (મમતા બેનર્જી)નો ગુસ્સો વધતો જાય છે. મારા પર ગાળો પણ વધતી જશે. દીદી હાર તમારી સામે છે.

આ પણ વાંચો - અહીં જમીન નીચે છે 3.42 કરોડ કેરેટ હીરા, આ માટે કાપવા પડશે 2 લાખથી વધારે વૃક્ષો!

પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્રની દરેક યોજના વચ્ચે દીવાર બને છે દીદી. આખા દેશમાં આયુષ્યમાન ભારત અંતર્ગત 5 લાખ રૂપિયાની મફત સારવાર મળી રહી છે પણ દીદીએ આયુષ્યમાન ભારતનો લાભ કોઈ ગરીબને મળવા દીધો નથી. હવે તે કહે છે કે તેમની યોજના આના કરતા પણ વધારે મોટી છે. જો તમારી યોજનામાં બીજી એક યોજના જોડાઇ જાય તો ગરીબને વધારે ફાયદો થશે કે નહીં.

પીએમે કહ્યું કે બંગાળમાં બીજેપીની સરકાર બનતા જ પ્રથમ કેબિનેટમાં રાજ્યમાં પીએમ કિસાન સન્માન નિધિને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવશે. બંગાળમાં બીજેપીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં અવશ્ય આવીશ.
બીજી તરફ પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી પ્રમુખ મમતા બેનજીએ ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે બીજેપી બંગાળમાં ભાગલા પાડવા માંગે છે. આ લોકો બંગાળ, તેમની ભાષા અને સંસ્કૃતિને સમાપ્ત કરવા માંગે છે.
Published by: Ashish Goyal
First published: April 3, 2021, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading