જાણો દિલીપ ઘોષ કોણ છે, જેમણે મમતા બેનર્જીને આપી બર્મુડો પહેરવાની સલાહ


Updated: March 25, 2021, 3:55 PM IST
જાણો દિલીપ ઘોષ કોણ છે, જેમણે મમતા બેનર્જીને આપી બર્મુડો પહેરવાની સલાહ
કોરોના મહામારી દરમિયાન માર્ચ 2020માં તેમણે દાવો કર્યો હતો કે ગાયના મૂત્રના સેવનથી કોરોના વાયરસનો ઈલાજ સંભવ છે.

કોરોના મહામારી દરમિયાન માર્ચ 2020માં તેમણે દાવો કર્યો હતો કે ગાયના મૂત્રના સેવનથી કોરોના વાયરસનો ઈલાજ સંભવ છે.

  • Share this:
ગૌમૂત્રથી કોરોનાના (coronavirus)  ઇલાજનો દાવો કરી ચૂકેલા અને તેમના નિવેદનના કારણે એક મહિલાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લાગાવ્યો છે એવા દિલીપ ઘોષ આજકાલ પશ્ચિમ બંગાળના (west Bengal) સીએમ મમતા બેનર્જીને (CM Mamata Banerjee) બર્મુડો પહેરીને અંગ પ્રદર્શન કરવાની સલાહ આપીને વિવાદોમાં ઘેરાયા છે. હાલ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે. ત્યારે સંસદ અને પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ (BJP state chief) દિલીપ ઘોષ (Dilip Ghosh) તેમના વિવાદિત નિવેદનોને લઈને સતત ચર્ચામાં છે.

તમે દિલીપ ઘોષ અંગે ઘણા ફેક્ટ્સથી અજાણ હશો. આજે અમે તમને ક્યારેય લગ્ન ન કરનાર 57 વર્ષીય ઘોષની રાજનૈતિક કારકિર્દી વિશે અને તેઓ કઇ રીતે તેમના નિવેદનોથી ચર્ચામાં રહે છે તે જણાવીશું.

કોણ છે દિલીપ ઘોષ?

પશ્ચિમ બંગાળના મેદિનીપુર સીટના સાંસદ અને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ આર્થિક રૂપે પછાત વિસ્તાર જંગલ મહલના નિમ્ન વર્ગીય પરિવારમાંથી આવે છે. બંગાળી હિંદુઓ માને છે કે તેઓ પછાત જાતિ સદગોપથી સંબંધ ધરાવે છે. ઘોષનું કહેવું છે કે તેમણે ડિપ્લોમા એન્જીનીયરીંગ કર્યું છે. જોકે, પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટે આ અંગે ઇન્કાર કરતા કોર્ટ કેસ થયો હતો.

ગૌમૂત્રથી કોરોનાના ઇલાજનો દાવો

કોરોના મહામારી દરમિયાન માર્ચ 2020માં તેમણે દાવો કર્યો હતો કે ગાયના મૂત્રના સેવનથી કોરોના વાયરસનો ઈલાજ સંભવ છે. આ નિવેદન બાદ TMC સહિતના ઘણા જાણકારોએ તેમના નિવેદનની નિંદા કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, તેઓ નિયમિત ગૌમૂત્રનું સેવન કરે છે. આ ભારતની સંસ્કૃતિ રહી છે. જોકે, ઓક્ટોબર 2020માં તેઓ કોરોના સંક્રમિત થયા હતા.OMG! સુરતના વેપારીએ પોતાના બે માસના પુત્ર માટે ખરીદી ચાંદ પર જમીન

સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા

દિલીપ ઘોષ ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે. જેમાંથી કેટલાક વિવાદો વિશે અહીં જણાવીશું.

1. નાડીયામાં એક રેલી દરમિયાન એક એમ્બ્યુલન્સને રસ્તો ન આપવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, TMC અમારી રેલી સફળ નથી થવા દેવા માંગતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે, તે એમ્બ્યુલન્સમાં સાચે જ દર્દી હતું.

2. 2016માં દિલીપ ઘોષે જાદવપુરની છોકરીઓને છોકરાઓ સાથે દોસ્તી કરવા બદલ બેશરમ ગણાવી હતી. તો વર્ષ 2019માં આ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને દિલીપ ઘોષે દેશદ્રોહી કહ્યા હતા.

3. ભારતીય ગાયોના ગુણગાન ગાતા ઘોષે કહ્યું હતું કે, ભારતીય ગાયના દૂધમાં સોનુ હોવાથી દૂધ થોડું પીળું હોય છે.

4. CAAના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ઘોષે ઘણા આપત્તિજનક નિવેદન આપ્યા હતા. તેમણે આંદોલનના વિરોધમાં ગાળો પણ બોલી હતી.

5. ઘોષે નિવેદન આપ્યું હતું કે, 'રામના પૂર્વજો અંગે બધા જાણે છે, પરંતુ દેવી દુર્ગા અંગે કોઈને આ જાણકારી નથી.' જે બાદ TMC કાર્યકર્તાઓએ મુંડન કરાવી તેનો વિરોધ કર્યો હતો.

6. CAAનો વિરોધ કરતી મહિલાને ભાજપના કાર્યકરોએ હેરાન કરી ત્યારે ઘોષે કહ્યું હતું કે, તેણે આભાર માનવો જોઈએ કે તેની સાથે કંઈ ખરાબ ન થયું. જેને લઈને મહિલાએ ઘોષ વિરુદ્ધ સેક્સયુઅલ હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો છે.

દાહોદના આદિવાસીઓની હોળીનો પ્રારંભ, આજે વર્ષ દરમિયાન મૃતક સ્વજનની દાટી રાખેલી અસ્થિનું વાજતેગાજતે કરે છે વિસર્જન

ઘોષનું રાજનૈતિક કરિયર

દિલીપ ઘોષે વર્ષ 1984માં RSSના પ્રચારક તરીકે પોતાની કારકિર્દી શરુ કરી હતી. તેઓ 1999 દરમિયાન આંદામાનના ઇન્ચાર્જ અને પૂર્વ ચીફ સુદર્શનના સહાયક રહ્યા હતા. જે બાદ 2015માં ભાજપે તેમને બંગાળના પ્રદેશાધ્યક્ષ બનાવ્યા. તેઓ 2016માં પ્રથમવાર ચૂંટણી લડીને ખડગપુર સદરના MLA બન્યા.ત્યાર બાદ ઘોષણા નેતૃત્વમાં ભાજપે કોઈપણ ગઠબંધન વિના બંગાળમાં 2019માં લોકસભા ચૂંટણીમાં 18 સીટો જીતી. જેમાં ઘોષ પણ 89 હજાર વોટથી જીત્યા હતા. 2019માં કોલકાતામાં કથિત રીતે ટીએમસી કાર્યકર્તાઓએ તેમના પર અભિયાન દરમિયાન હુમલો કર્યો. બાદમાં ભાજપે તેમને 2020માં ફગારીથી પ્રદેશાધ્યક્ષ બનાવ્યા.
First published: March 25, 2021, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading