બંગાળ ચૂંટણી: મમતાએ પોતાને શાંડિલ્ય કહ્યાં તો ગિરિરાજ બોલ્યા- હારના ડરથી ગોત્ર કાર્ડ રમી રહ્યાં છે મમતા

News18 Gujarati
Updated: March 31, 2021, 9:55 AM IST
બંગાળ ચૂંટણી: મમતાએ પોતાને શાંડિલ્ય કહ્યાં તો ગિરિરાજ બોલ્યા- હારના ડરથી ગોત્ર કાર્ડ રમી રહ્યાં છે મમતા
ગિરિરાજ સિંહ, મમતા બેનરજી (ફાઇલ તસવીર)

બીજા તબક્કામાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ નંદીગ્રામના વિવિધ વિસ્તારમાં હિંસા અને અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. નંદીગ્રામમાં પહેલી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે.

  • Share this:
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ ચૂંટણી (West Bengal Assembly Election 2021)માં સીએમ મમતા બેનરજી (Mamata Banerjee)એ પોતાના ગોત્રનો ઉલ્લેખ કરતા આ મામલે ભાષણબાજી શરૂ થઈ ગઈ છે. હકીકતમાં મમતા બેનરજી નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એક ચૂંટણી સભા સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મમતાએ કહ્યું હતું કે, "મેં મંદિરનો પ્રવાસ કર્યો. અહીં પૂજારીઓ મારું ગોત્ર પૂછ્યું. મેં કહ્યું મા, માટી અને મનુષ્ય. આ મને મારી ત્રિપુરાના ત્રિપુરેશ્વરી મંદિરની યાદ અપાવે છે. અહીં પૂજારીએ પૂછતા મેં મારું ગોત્ર મા, માટી અને મનુષ્ય કહ્યું હતું. હકીકતમાં હું શાંડિલ્ય છું."

મમતા બેનરજીના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh) કહ્યુ કે, "મમતા બેનરજી તમે જણાવી દો કે, ક્યાંક ઘૂસણખોરો અને રોહિંગ્યાનું ગોત્ર તો શાંડિલ્ય નથી ને? મારે તો ક્યારેય ગોત્ર જણાવવાની જરૂર નથી પડી. હું તો લખું છું. મમતા બેનરજી ચૂંટણીમાં હારના ડરથી ગોત્ર બતાવી રહી છે. તેમની હાર નિશ્ચિત છે."

આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

કેન્દ્રીય મંત્રીએ આ મુદ્દે બે ટ્વીટ પણ કર્યા છે. જેમાં લખ્યું છે કે, "મત માટે રોહિંગ્યાને વસાવનારા, દુર્ગા અને કાલી પૂજા રોકનારા, હિન્દુઓનું અપમાન કરનારા હવે હારના ડરથી ગોત્ર પર ઉતરી આવ્યા છે. શાંડિલ્ય ગોત્ર સનાતન અને રાષ્ટ્ર માટે સમર્પિત છે, મત માટે નહીં. મમતા દીદી, હવે તો શોધવું પડશે કે શું ઘૂસણખોરો અને રોહિંગ્યાનું ગોત્ર પણ શાંડિલ્ય નથી ને?"

આ પણ વાંચો: કોરોનાએ ભરડો લીધો, હાલત થઈ રહી છે ખરાબ, આખો દેશ ખતરામાં: કેન્દ્ર સરકાર

આ પહેલા નંદીગ્રામ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર મમતા બેનરજીએ મંગળવારે આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટીના ગુંડા મતદાન ક્ષેત્રના બલરામપુર ગામમાંથી સ્થાનિક લોકોને ભગાડી રહી છે. આ મામલે તેમણે ચૂંટણી પંચને ધ્યાન આપવાની વિનંતી કરી છે. મમતાએ દાવો કર્યો કે સ્થાનિક લોકોને ભયભીત કરવા માટે ભાજપા બીજા રાજ્યોમાંથી ગુંડાઓ લાવી છે.

મમતાએ કહ્યું કે, "ફક્ત જુઓ કે અહીં શું થઈ રહ્યું છે. ભાજપાના ગુંડાઓ બલરામપુર ગામમાંથી ગામના લોકોને બહાર કાઢી રહ્યાં છે. ચૂંટણી પંચે ગામના લોકોની સુરક્ષા કાયમ કરવી જોઈએ. ચૂંટણી પંચે તેમને સુરક્ષા પુરી પાડવી જોઈએ." મમતાએ કથિત રીતે બહાર કરવામાં આવેલા લોકોના પરિવારોને સાંત્વના આપી હતી. મમતા બેનરજી જ્યારે તે ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બીજા તબક્કામાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ નંદીગ્રામના વિવિધ વિસ્તારમાં હિંસા અને અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. નંદીગ્રામમાં પહેલી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના એક સ્થાનિક કાર્યકરની પત્ની સાથે કથિત બળાત્કારના વિરોધમાં અનેક વિસ્તારમાં રસ્તાઓ જામ કરી દીધા હતા. ભાજપે દોષિતોને તાત્કાલિક પકડવાની માંગણી કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: March 31, 2021, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading