Narada Scam: બંગાળના બે મંત્રીઓની ધરપકડ, મમતાને CBIને કહ્યું- મને પણ જેલ મોકલી દો

News18 Gujarati
Updated: May 17, 2021, 12:24 PM IST
Narada Scam: બંગાળના બે મંત્રીઓની ધરપકડ, મમતાને CBIને કહ્યું- મને પણ જેલ મોકલી દો
CBI ટીમે મમતા બેનર્જીની સરકારમાં કેબિનેટ મંત્રી હિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોભન ચેટર્જીની ધરપકડ કરી લીધી છે

CBI ટીમે મમતા બેનર્જીની સરકારમાં કેબિનેટ મંત્રી હિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોભન ચેટર્જીની ધરપકડ કરી લીધી છે

  • Share this:
કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal)માં નારદા ગોટાળા (Narada Scam) મામલો ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં આ ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઇ (CBI) ટીમે સોમવારે મમતા બેનર્જી (Mamata Banerjee)ની સરકારમાં કેબિનેટ મંત્રી હિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોભન ચેટર્જીની ધરપકડ કરી લીધી. સીબીઆઇ ટીમે સોમવારે સવારે તેમના ઘર તથા અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને પછી પૂછપરછ માટે ઓફિસ લઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં જ ટીએમસી (TMC) સુપ્રીમો મમતા બેનર્જી પણ પાછળ-પાછળ સીબીઆઇ ઓફિસ પહોંચી ગઈ, ત્યાં તેમણે સીબીઆઇને કહ્યું કે, મારી પણ ધરપકડ કરી લો અને જેલમાં મોકલો.

આ પહેલા રાજ્યના મંત્રી અને ટીએમસીના મોટા નેતા ફિરહાદ હાકિમે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇએ કારણ જણાવ્યા વગર જ તેમની ધરપકડ કરી લીધી છે. જોકે સીબીઆઇએ ત્યારે કહ્યું હતું કે તેમણે કોઈની ધરપકડ નથી કરી. જોકે પૂછપરછ બાદ સીબીઆઇએ જણાવ્યું કે આ તમામની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ જુઓ, Photos: શુભ મુહૂર્તમાં ખુલ્યા કેદારનાથના કપાટ, PM મોદીના નામથી થઈ પહેલી પૂજા, માત્ર તીર્થ પુરોહિત થયા સામેલસીબીઆઇની ટીમ સવારે મંત્રી ફિરહાદ હાકિમના ઘરે પહોંચી હતી. ટીમે તેમના ઘરની તલાશી લીધી હતી. ત્યારબાદ તેમને પૂછપરછ કરવા માટે ઓફિસ લઈને ગયા. બીજી તરફ સીબીઆઇએ હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડથી નારદા ગોટાળાની તપાસના સંબંધમાં મંજૂરી પણ માંગી હતી. સીબીઆઇ તરફથી હિરહાદ હાકિમ, સુબ્રત બેનર્જી, મદન મિત્રા અને શોભન ચેટર્જીની વિરુદ્ધ કેસ ચલાવવા માટે આ મંજૂરી માંગવામાં આવી હતી. ચૂંટણી બાદ રાજ્યપાલ તરફથી સીબીઆઇને તેની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો, PM Kisan: 7 કરોડથી વધુ ખેડૂતોના અટકી ગયા નાણા, ફટાફટ કરો આ કામ નહીં તો...

નોંધનીય છે કે, નારદા ગોટોળો 2016 વિધાનસભા ચૂંટણી સમયનો છે. ચૂંટણી પહેલા નારદા સ્ટિંગ ટેપ જાહેર કરવામાં આવી હતી. આ ટેપમાં ટીએમસીના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો જેવા દેખાતા લોકોની કથિત રીતે ફેક કંપનીના લોકો પાસેથી નાણા લેતા દર્શાવાયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ ટેપ વર્ષ 2014ની છે.
Published by: Mrunal Bhojak
First published: May 17, 2021, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading