'મને કેમ જન્મ આપ્યો?' માતાના ડોક્ટર પર યુવતીએ કર્યો કેસ, કરોડો રૂપિયા જીતી

News18 Gujarati
Updated: December 3, 2021, 9:36 AM IST
'મને કેમ જન્મ આપ્યો?' માતાના ડોક્ટર પર યુવતીએ કર્યો કેસ, કરોડો રૂપિયા જીતી
હવે આ મામલો સોશિયલ મીડિયાની દુનિયામાં પણ ખૂબ છવાયેલો છે. હકીકતમાં, મોટાભાગના લોકો પૂછી રહ્યા છે કે, છોકરીએ ડોક્ટર પર કેસ કર્યો તે પછી શું થયું

હવે આ મામલો સોશિયલ મીડિયાની દુનિયામાં પણ ખૂબ છવાયેલો છે. હકીકતમાં, મોટાભાગના લોકો પૂછી રહ્યા છે કે, છોકરીએ ડોક્ટર પર કેસ કર્યો તે પછી શું થયું

  • Share this:
નવી દિલ્હીઃ મોટાભાગે જ્યારે પણ કોઈ મહિલા માતા બને છે ત્યારે ડોક્ટરને (Doctor) અનેક આશીર્વાદ મળે છે. પરંતુ હાલમાં જ બ્રિટનમાંથી (Britain) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 20 વર્ષની વિકલાંગ યુવતીએ તેની માતાના ડોક્ટર (Mother Doctor) પર કેસ કરીને લાખોનું વળતર મેળવ્યુ છે. યુવતીએ ડોક્ટર સામે દાવો માંડ્યો હતો કે, તેનો કોઈ પણ સંજોગોમાં જન્મ થવો જોઇતો ન હતો. યુવતી એવી ટુમ્બ્સનું (Evie Toombes) કહેવું છે કે, જો તેની માતાના ડોક્ટર ઇચ્છતા તો તે તેને આ દુનિયામાં આવતા રોકી શક્યા હોત.

હાલ આ મામલો સોશિયલ મીડિયામાં છવાયો છે

હવે આ મામલો સોશિયલ મીડિયાની દુનિયામાં પણ ખૂબ છવાયેલો છે. હકીકતમાં, મોટાભાગના લોકો પૂછી રહ્યા છે કે, છોકરીએ ડોક્ટર પર કેસ કર્યો તે પછી શું થયું. વર્ષ 2001માં, બ્રિટિશ છોકરી એવી ટુમ્બ્સનો જન્મ લિપોમીલોમેનિંગોસેલ સાથે થયો હતો. આ એક પ્રકારની વિકલાંગતા છે જેને મેડિકલ સાયન્સની ભાષામાં સ્પાઇના બિફિડા (spina bifida) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિમારીને કારણે, એવીએ ડોક્ટર પર દાવો કરતી વખતે વળતર માંગ્યુ હતુ.

તેની આવી હાલત માટે ડોક્ટરને જવાબદાર ગણાવ્યા

એવીએ ડો. ફિલિપ મિશેલ પર દાવો માંડ્યો છે કે, તેઓ તેની માતાને યોગ્ય દવાઓની સલાહ આપવામાં નિષ્ફળ રહ્યા છે. એવિનું કહેવું છે કે, ડોક્ટરે યોગ્ય સલાહ ન આપી જેના કારણે તે જન્મથી જ વિકલાંગ બની હતી. જો ડોક્ટર મિશેલે ગર્ભાવસ્થા દરમિયાન તેની માતાને યોગ્ય દવાની સલાહ આપી હોત તો તે આજે સામાન્ય જીવન જીવી રહી હોત. પરંતુ તેની ખરાબ હાલત માટે ડોક્ટર જવાબદાર છે.જાણો આખો કેસ

એટલા માટે એવીએ ડોક્ટર પાસે લાખો પાઉન્ડની નુકસાની માંગી. એવીની માતા હવે 50 વર્ષની છે, તેણે 30 વર્ષની ઉંમરે ડોક્ટર મિશેલ પાસેથી તેની ડિલિવરી કરાવી હતી. ડો. મિશેલે ત્યારપછી એવિની માતાને ફોલિક એસિડ લેવાની સલાહ આપી હતી, પરંતુ સ્પાઇના બિફિડાના નિવારણમાં તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. એવીની માતાએ કહ્યું કે, ડોક્ટરે તેને કહ્યું હતુ કે, જો તે સારો આહાર લેશે તો તેને ફોલિક એસિડની જરૂર નથી.
આ કિસ્સામાં, જજ રોસાલિન્ડ કોએ ક્યુસીએ એવીના કેસને ટેકો આપ્યો હતો અને લંડન હાઈકોર્ટમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. જેમાં એવું માનવામાં આવતું હતું કે, જો તેની માતાને યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હોત તો તેણીને ગર્ભા મોડો રાખ્યો હોત. "ગર્ભાવસ્થા પછી, મહિલાએ સામાન્ય બાળકને જન્મ આપ્યો હોત," તેથી જજે ચુકાદો આપતાં, ડોક્ટરને નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો.
Published by: Kaushal Pancholi
First published: December 3, 2021, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading