Corona Vaccine: ગયા વર્ષે વિશ્વભરમાં 11 અબજ કોવિડ-19 વેક્સીનનું થયું ઉત્પાદન, UNICEFની રિપોર્ટમાં ખુલાસો
News18 Gujarati Updated: January 28, 2022, 9:42 PM IST
કોવિડ-19 વેક્સિન ઉત્પાદન અંગે યુનિસેફે રિપોર્ટ જારી કર્યો. (Image- Reuters)
Corona Vaccine: ચીનની કોવિડ-19 વેક્સીન સિનોવેક (Sinovac) અને સિનોફાર્મ (Sinopharm)નું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવ્યું. યુનિસેફ (UNICEF)ની રિપોર્ટ મુજબ સિનોવેકની 2.3 અબજ વેક્સીનનું ઉત્પાદન થયું, જે કુલ ઉત્પાદનના 21 ટકા છે, જ્યારે સિનોફોર્મની 2.1 અબજ વેક્સીનનું ઉત્પાદન થયું, જે કુલ ઉત્પાદનના 19 ટકા છે.
Corona Vaccine: ભારત સહિત આખી દુનિયા આ સમયે કોરોના (coronavirus) અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)નો સામનો કરી રહી છે. પરંતુ, જેમ વેક્સીનેશનની ઝડપ વધી, તેમ કોરોના કે ઓમિક્રોનની ગતિ પણ ધીમી પડી છે. દુનિયાભરમાં લગભગ બધા દેશોએ વેક્સીનેશન (vaccination) પ્રક્રિયા ઝડપી બનાવી છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે આખી દુનિયામાં 11 અબજથી વધુ કોવિડ-19 વેક્સિનનું ઉત્પાદન થયું છે. આ સંખ્યા 2019માં કોરોના મહામારી શરુ થયા બાદ ઉત્પાદિત વેક્સીનની સંખ્યાથી બમણી છે.
આ દરમિયાન ચીનની કોવિડ-19 વેક્સીન સિનોવેક (Sinovac) અને સિનોફાર્મ (Sinopharm)નું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવ્યું. યુનિસેફ (UNICEF)ની એક રિપોર્ટ મુજબ આમાં સિનોવેકની 2.3 અબજ વેક્સીનનું ઉત્પાદન થયું, જે કુલ ઉત્પાદનના 21 ટકા છે, જ્યારે સિનોફોર્મની 2.1 અબજ વેક્સીનનું ઉત્પાદન થયું, જે કુલ ઉત્પાદનના 19 ટકા છે. આમાં ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)નું યોગદાન 13 ટકા છે. SII દ્વારા ઉત્પાદિત કોવિશીલ્ડ (Covishield)ના 1.4 અબજ ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: COVID-19 વેક્સીન અંગે સરકારનો મોટો ખુલાસો, રસી ન લેનારાઓ માટે કોરોના બન્યો કાળકોરોના વેક્સિનના પાવરહાઉસ બનવાનું ભારતનું લક્ષ્ય
દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે ભારત કોવિડ-19 વેક્સીનનું પાવરહાઉસ બનવા પર ભાર મૂકી રહ્યું છે. અહેવાલ મુજબ, આ માટે કેન્દ્ર સરકારે એક યોજના પણ બનાવી છે. કેન્દ્ર સરકારે વેક્સીનનું ઉત્પાદન શરૂ કરવા માટે તેમના સંસાધનો અને ક્ષમતાઓને સમજવા માટે ચાર જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) સાથે સંપર્ક કર્યો છે. સરકાર તરફથી હિન્દુસ્તાન ઈન્સેક્ટીસાઈડ્સ લિમિટેડ (HIL), બેંગાલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (BCPL), ઈન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (IDPL) અને હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ (HAL) જેવી કંપનીઓને ચર્ચા માટે બોલાવવામાં આવી છે.
આ પણ વાંચો: Coronavirus બાદ NeoCov નામના ખતરનાક વાયરસની દુનિયામાં દસ્તકરિપોર્ટ મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભારતને કોવિડ-19 રસીના પાવરહાઉસ તરીકે જુએ છે. ભારત તેની મોટાભાગની વસ્તીનું રસીકરણ કરી ચૂક્યું છે, જ્યારે દેશમાં હજુ પણ ફેઝ-2 અને ફેઝ-3માં ઘણા વેક્સીન ઉમેદવારો છે. આ અંગે સ્પષ્ટતા કરતા અધિકારીએ કહ્યું કે ભારત વિશ્વના ઘણા દેશોને કોવિડ-19 વેક્સીન પૂરી પાડીને મદદ કરી શકે છે. અધિકારીએ કહ્યું કે, એકવાર આપણી વસ્તીને રસી આપ્યા બાદ સરળતાથી વેક્સીનની નિકાસ કરી શકીએ અને વિશ્વભરના દેશોને કોવિડ -19 નાબૂદ કરવામાં મદદ કરી શકીએ છીએ.
Published by:
Nirali Dave
First published:
January 28, 2022, 9:42 PM IST