મમતા પર યોગીનો પ્રહાર: ભાજપ સત્તામાં આવી તો TMCના ગુંડા તકતી લગાવીને ફરશે

News18 Gujarati
Updated: February 5, 2019, 6:48 PM IST
મમતા પર યોગીનો પ્રહાર: ભાજપ સત્તામાં આવી તો TMCના ગુંડા તકતી લગાવીને ફરશે
પુરુલિયામાં જાહેર સભાને સંબોધતા યોગી આદિત્યનાથ.

યોગીએ મમતા સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, લોકતંત્રમાં સૌથી વધુ શરમજનક બાબત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી જ ધરણા પર બેઠા છે

  • Share this:
લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકીય માહોલ ગરમ છે. રેલીઓનો દોર સતત ચાલુ છે. હાલમાં સમગ્ર દેશનું ધ્યાન જ રાજ્ય પર છે તે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારે થોડા દિવસો અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહ, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હેલિકોપ્ટરથી ન ઉતરવા દીધા તો હવે ભાજપે તેનો તોડ પણ શોધી લીધો છે.

યોગી આદિત્યનાથ સડક માર્ગે પશ્ચિમ બંગાળના પુરુલિયા પહોંચ્યા. અહીં તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું કે જે દિવસે અહીં ભાજપની સરકાર બની ગઈ, તે દિવસે ટીએમસીના ગુંડા ઠીક એવી રીતે ગળામાં તકતી લગાવીને ચાલશે જેવી રીતે યૂપીમાં સપા-બસપાના ગુંડા ગળામાં તકતી લગાવીને જીવની ભીખ માંગતા કહે છે કે હવે અમે કોઈને નહીં હેરાન કરીએ. યોગીએ કહ્યું કે મમતા બેનર્જીએ મારા હેલિકોપ્ટરને અહીં ઉતરવા ન દીધું, પરંતુ હું સડક માર્ગે આપ સૌની વચ્ચે આવ્યો છું. હું બંગાળની ધરતીને પ્રણામ કરું છું.

યોગીએ મમતા સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, લોકતંત્રમાં સૌથી વધુ શરમજનક બાબત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી જ ધરણા પર બેઠા છે.

 
આ બંગાળની ધરતી છે. આ ધરતીથી રાષ્ટ્રગીત આપણને મળ્યું. વિવેકાનંદે કહ્યું હતું ગર્વથી કહો આપણે હિન્દુ છીએ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પણ આ ધરતીથી છે. તમે લોકોએ ભ્રષ્ટ સરકારની વિરુદ્ધ ઊભા થવાનું સાહસ કર્યું છે તેનો હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું: યોગી આદિત્યનાથ


આ પણ વાંચો, બંગાળની બહાર શિલોન્ગમાં CBI સમક્ષ કોલકાતા પોલીસ કમિશ્નર થશે હાજર

Published by: Mrunal Bhojak
First published: February 5, 2019, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading