ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપના એકમાત્ર ઉમેદવારની જીત, કૉંગ્રેસના ફાળે બે બેઠક

News18 Gujarati
Updated: October 5, 2021, 2:28 PM IST
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપના એકમાત્ર ઉમેદવારની જીત, કૉંગ્રેસના ફાળે બે બેઠક
આપના વિજેતા ઉમેદવાર.

Gandhinagar corporation election: ચૂંટણી પરિણામ પ્રમાણે વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં ખાતું ખોલાવ્યું છે.

  • Share this:
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar corporation election)માં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત મેળવી છે. કુલ 44 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ 41 બેઠક કબજે કરી છે. એક બેઠક પર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ઉમેદવાર અને બે બેઠક પર કૉંગ્રેસ પાર્ટી (Cogress Paty)ના ઉમેદવારની જીત થઈ છે. એટલે કે અહીં કૉંગ્રેસ પાર્ટી સાફ થઈ ગઈ છે, જ્યારે બહુ ગાજેલી આમ આદમી પાર્ટી વરસી નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ (C.R.Patil) અને નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhundra Patel) માટે લિટ્મસ ટેસ્ટ સમાન હતી. જોકે, બંને આ કસોટીમાં ખરા ઉતાર્યાં છે.

આપે ખાતું ખોલ્યું

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. જોકે, અહીં આમ આદમી પાર્ટી ફક્ત એક બેઠક જીતવામાં સફળ રહી છે. ચૂંટણી પરિણામ પ્રમાણે વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં ખાતું ખોલાવ્યું છે.

ગુજરાતમાં ત્રીજી પાર્ટીને સ્થાન નથી: પાટીલ

ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટી જેટલી ગાજી એટલી વરસી નથી. ગુજરાતની જનતાએ તેમના નકારી દીધા છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી." સાથે જ તેમણે ગાંધીનગરની પ્રજાનો આભાર માન્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)

ગાંધીનગર મહાનગરપાલિકાનો ઇતિહાસ2010ના વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ હતી. જે બાદમાં 2011ના વર્ષમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને 18 બેઠક મળી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 15 બેઠક મળી હતી. એટલે કે આ ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળી હતી. જોકે, 2012ના વર્ષમાં મેયરે પક્ષપલટો કરી લેતા સત્તા ભાજપના હાથમાં ગઈ હતી.2016ની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસને 16-16 બેઠક મળી હતી. જોકે, આ સમયે પણ પક્ષ પલટો થતાં સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે રહી હતી.

2021ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 41 બેઠક મળી છે. જ્યારે કૉંગ્રેસના ફાળે 2 બેઠક મળી છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ફાળે એક બેઠક ગઈ છે.
Published by: Vinod Zankhaliya
First published: October 5, 2021, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading