રાજકોટ: જન્માષ્ટમીના પર્વે સરાજાહેર ફાયરિંગ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસની ઊંઘ ઉડી


Updated: August 25, 2022, 7:00 AM IST
રાજકોટ: જન્માષ્ટમીના પર્વે સરાજાહેર ફાયરિંગ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસની ઊંઘ ઉડી
રાજકોટ શહેરની પોલીસ ફરી એક વખત નિંદ્રાદિન સાબિત થઈ છે.

Rajkot Firing Vide: અગાઉ પણ બી ડિવિઝન પોલીસ પોતાની કામગીરીને લઈ વિવાદમાં આવી ચૂકી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત દારૂ પાર્ટી યોજાઈ હતી.

  • Share this:
રાજકોટ: હાલમાં સાતમ આઠમના તહેવારો પૂર્ણ થયા છે. કૃષ્ણ જન્માષ્ટમી અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં અનેક જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના પરવાના વાળા હથિયારથી ફાયરિંગ કરવા આપનાર દિનેશ ઉર્ફે વિરમ ગોલતર તેમજ ફાયરીંગ કરનાર જીવણ નાગજીભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા જીવણ નાગજીભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દિનેશ ઉર્ફે વિરમ ગોલતરની શોધખોળ શરૂ કરીછે.

બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જન્માષ્ટમીના અંતર્ગત સામાજિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં દિનેશ ઉર્ફે વિરમ ગોલતર નામના વ્યક્તિ દ્વારા પોતાનું પરવાના વાળું હથિયાર જાહેરમાં ફાયરિંગ કરવા માટે પોતાના મિત્ર જીવન નાગજીભાઈ મકવાણાને આપવામાં આવ્યું હતું. એક તરફથી લોકો જન્માષ્ટમીના ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત હતા તો બીજી તરફ જીવણ નાગજીભાઈ મકવાણાએ પોતાના મિત્રના પરવાના વાળા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો- 1500 KM દૂરથી આવેલા 178 કિલો નશાના સામનને વલસાડ રૂરલ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો

સમગ્ર મામલાનો વીડિયો ત્યાં હાજર રહેલા વ્યક્તિએ બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આખરે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની જહેમત ઉઠાવવી પડી છે. સમગ્ર મામલાનો વીડિયો મીડિયામાં પ્રકાશિત ન થયો ત્યાં સુધી પોલીસને સમગ્ર બાબતે જાણ પણ નહોતી થઈ. આમ રાજકોટ શહેરની પોલીસ ફરી એક વખત નિંદ્રાદિન સાબિત થઈ છે. સવાલ તો એ થાય છે કે જે જગ્યાએ હજારો માણસોની મેદની એકઠી થઈ છે. ત્યાં શું સુરક્ષા માટે બી ડિવિઝન પોલીસ નો એક પણ અધિકારી કે જવાન તૈનાત નહોતો?

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં ફરી આવ્યો ઉછાળો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

અગાઉ પણ બી ડિવિઝન પોલીસ પોતાની કામગીરીને લઈ વિવાદમાં આવી ચૂકી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત દારૂ પાર્ટી યોજાઈ હતી. જે દારૂ પાર્ટીમાં આજ દિવસ સુધી બી ડિવિઝન પોલીસ પ્રોહિબિશનનો ગુનો દાખલ નથી કરી શકી. બી ડિવિઝન પોલીસે વીડિયોમાં દેખાયેલા સખ્શો એ ગ્લાસમાં દેખાનાર પીળું પ્રવાહી ઇંગ્લિશ દારૂ નહીં પરંતુ એપપી હોવાનું જણાવ્યું હતું. જે બી ડિવિઝન પોલીસે માન્ય રાખ્યું હતું. વીડિયોમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવનારા નીચલી રેન્કના અધિકારી પણ દેખાયા હતા. બી ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળે દડો પણ પાડવામાં આવ્યો હતો પરંતુ પોલીસને કંઈ પણ જાતનું વાંધાજનક સાહિત્ય કે વસ્તુ નહોતી મળી આવી.
Published by: rakesh parmar
First published: August 24, 2022, 8:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading