રાજકોટ: નશામાં ધૂત મકાન માલિકે 2 વર્ષના બાળકને પીવડાવ્યો દારૂ, બાળક થયો બેભાન


Updated: August 5, 2022, 12:34 PM IST
રાજકોટ: નશામાં ધૂત મકાન માલિકે 2 વર્ષના બાળકને પીવડાવ્યો દારૂ, બાળક થયો બેભાન
બાળકને રાજકોટમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બાળકને બેભાન અવસ્થામાં જોઇ પિતા સમસમી ઉઠ્યો, નાજુક હાલતમાં રાજકોટમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ: તાજેતરમાં જ બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલ કાંડ સામે આવ્યો છે. જે કેમિકલ કાંડમાં અનેક પરિવારે પોતાના વ્હાલસોયાઓને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલ કાંડ સામે આવતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામ સંજોગોની વચ્ચે રાજકોટ શહેરમાં આજે પણ સરળતાથી દારૂ મળી આવતો હોય તેનો એક નમૂનો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં માત્ર બે વર્ષના બાળકને મકાન માલિકે દારૂ પીવડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે બાળક બેભાન થઈ જતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની કે. ટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિરાટનગર ઉદ્યોગ વિસ્તારમાં રહેતા પરિવારના બે વર્ષના માસુમ બાળકને મકાન માલિકે અંગ્રેજી દારૂ પીવડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિક વનરાજ ગુરૂવારે સાંજે દારૂ પીતો હતો. આ સમયે ત્યાં માસુમ બાળક આવી જતાં તેને દારૂ પીવડાવ્યો હોવાનો આક્ષેપ બાળકના પિતા દ્વારા લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પ્રેમિકા પાછળ ઉડાવ્યા ખૂબ પૈસા, બ્રેકઅપ બાદ હિસાબ માંગી કરી 'ગંદી' હરકત

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં બાળકના પિતા યાસીનભાઈ સૈયદે જણાવ્યું છે કે, અમે માત્ર 12 દિવસથી જ અહીં ભાડે રહેવા આવ્યા છીએ. ગઈકાલે મકાન માલિકે જમવાનું બનાવવાનું કહ્યું હતું. જે બાબતે હું તેના રૂમમાં ગયો હતો પરંતુ હું તેના રૂમમાં ગયો ત્યારે તે મારા બાળકને દારૂ પીવડાવી રહ્યો હતો. જોત જોતામાં બાળક બેભાન થઈ ગયો હતો. તે ભાનમાં ન આવતા તેને તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરા: શિક્ષણ જગતને કલંક લગાડતો કિસ્સો, શિક્ષકે વિદ્યાર્થિનીને ક્લાસમાં દારૂ પીવડાવ્યો!

સમગ્ર મામલે હવે થોરાળા પોલીસના પીઆઈ જગદીશ દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળકનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પ્રોહીબિશનનો ગુનો નોંધવો કે કેમ તે બાબતે નિર્ણય લેવામાં આવશે. થોરાળા પોલીસ દ્વારા મકાન માલિકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. તો સાથે જ મકાનની જડતી પણ લેવામાં આવશે જેથી કરીને કોઈ ગેરકાયદે વસ્તુ મકાનમાં પડી છે કે કેમ તે પણ જાણી શકાશે.
Published by: Azhar Patangwala
First published: August 5, 2022, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading