રાજકોટ: નાશાખોરોનો પેટ્રોલપંપ પર આતંક, સિગારેટ પીવાની ના પાડતાં કર્યું આવું

News18 Gujarati
Updated: September 27, 2022, 9:48 PM IST
રાજકોટ: નાશાખોરોનો પેટ્રોલપંપ પર આતંક, સિગારેટ પીવાની ના પાડતાં કર્યું આવું
બે યુવકો નશાની હાલતમાં હતા અને પેટ્રોલપંપ પર સિગારેટ સળગાવી હતી.

Rajkot Crime: 2 યુવકોએ નશાની હાલતમાં દાદાગીરી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતાં કાઢી છરી...

  • Share this:
રાજકોટ: શહેરમાં 2 યુવકોએ નશાની હાલતમાં દાદાગીરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બે યુવકો નશાની હાલતમાં હતા અને પેટ્રોલપંપ પર સિગારેટ સળગાવી હતી. પેટ્રોલપંપ કર્મીઓએ આનો વિરોધ કર્યો હતો અને પેટ્રોલપંપ જેવી અતિસંવેદનશીલ જગ્યાએ સિગારેટ ન પીવા જણાવ્યું હતું. જે મામલે યુવકો દાદાગીરી કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, જોત-જોતાંમાં યુવકોએ છરી કાઢી રૂઆબ બતાવવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

રાજકોટમાં દૂધની ડેરી પાસે આવેલા પેટ્રોલપંપનો વીડિયો વાયરલ છે. શહેરમાં નશાખોરોનો આતંક સામે આવ્યો છે. 2 યુવકોએ નશાની હાલતમાં પેટ્રોલપંપ પર સિગારેટ સળગાવી હતી. પેટ્રોલપંપના હાજરકર્મીઓએ વિરોધ કરતા યુવકોએ છરી બતાવી દાદાગીરી શરૂ કરી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કર્મચારી સ્કૂટીમાં પેટ્રોલ રિફિલ કરી રહ્યો છે. બીજી તરફ, આવારાતત્વો સિગરેટ સળગાવી પોતાની જાત સાથે અનેક લોકોના જીવ જોખમમાં નાખી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. રાજકોટમાં દૂધની ડેરી પાસે આવેલા પેટ્રોલપંપ પરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


આ પણ વાંચો: ઉંબરી અને અરણુંવાડા ગામમાં બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ

નશાની હાલતમાં પેટ્રોલ ભરાવવા આવેલા બે લુખ્ખાતત્વોએ બધાના જીવ જોખમમાં મૂકી દીધા હતા. પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની સખત મનાઇ હોવા છતાં નશાખોરો માન્યા નહોતા. આ મામલે તેઓએ પેટ્રોલ ભરનાર વ્યક્તિ સાથે બોલાચાલી કરી હતી અને છરી બતાવી ધમકી આપી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સમગ્ર ઘટના 26 તારીખે મોડી રાતની હોવાની સામે આવ્યું છે. લુખ્ખાગીરી કરનાર ઘાંચીવાડના બે શખ્સોની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે. આમિર ચામડીયા અને અરબાઝ દોઢિયા નામના શખ્સોએ પેટ્રોલ પંપ પર જઈ આતંક મચાવ્યો હતો. ફીલર મેને પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ના પડતા શખ્સોએ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે બન્ને લુખ્ખાતત્વોને ઝડપી પાડ્યા છે.
Published by: Azhar Patangwala
First published: September 27, 2022, 9:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading