ગોંડલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બળાત્કારીઓને 53 દિવસમાં જ આજીવન કારાવાસની સજા ફટકારી


Updated: August 8, 2022, 10:11 PM IST
ગોંડલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બળાત્કારીઓને 53 દિવસમાં જ આજીવન કારાવાસની સજા ફટકારી
ગોંડલમાં ગત પહેલી જૂને સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી.

આ બનાવ અંગેની જાણ સીટી પોલીસને થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

  • Share this:
હાર્દિક જોશી, ગોંડલ:  ગોંડલ કોર્ટે (Gondal Court) આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પોલીસ (Gondal Police)ના ચાર્જસીટ ફાઇલ કર્યાને માત્ર 53 દિવસ (એક મહિનો અને 23 દિવસ)માં જ ચુકાદો આપતા સામૂહિક દુષ્કર્મ (Rape Case)ના 3 આરોપીને આજીવન કેદની સજા (Sentenced to life imprisonment) ફટકારી હતી. ગોંડલમાં ગત પહેલી જૂને સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી.

આ ઘટના જે દિવસે બની હતી એ દિવસે સગીર વયના યુવક યુવતી ઉમવાડા રોડ પર ઉભા હતા ત્યારે આરોપી મુકેશનાથ ગુલાબનાથ લકુમ, સંજયનાથ ગુલાબનાથ માંગરોળીયા અને અજયનાથ દિનેશનાથ માંગરોળીયાએ ઘસી આવી ધાકધમકી આપી બે શખ્સોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને એક શખ્સે શારીરિક અડપલા કર્યા હતા.

આ પણ વાંચો- જુગારમાં લાખો રૂપિયા હારી જતા પતિએ કર્યો કાંડ

આ બનાવ અંગેની જાણ સીટી પોલીસને થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ 15 દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરી અદાલતમાં રજૂ કરવામાં આવી હતી અને પોક્સો અદાલતે માત્ર એક માસ અને 23 દિવસમાં જ ઐતિહાસિક ચુકાદો આપી ઉપરોક્ત આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારી હતી.

આ પણ વાંચો- અમદાવાદમાં પાડોશમાં રહેતા શેતાન યુવકે 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

આ કેસમાં સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાએ દસ્તાવેજી પુરાવાઓનું લિસ્ટ રજૂ કરી ભોગ બનનાર, તબીબ અને ફરિયાદી સાથે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સંગાડા ની જુબાનીને અદાલતે ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ ડી આર ભટ્ટ સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જે દિવસે આ ઘટના બની હતી એ દિવસે ગોંડલ સીટી પોલીસના પી. આઇ એમ આર સંગાડા, લોકરક્ષક દળના  શક્તિસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, અમરદીપસિંહ જાડેજા ને ઘટનાની માહિતી મળતા સ્થળ પર દોડી ગયા હતા અને ઘટનાની ગંભીરતાને સમજી તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને ઝડપી લીધા હતા. આ ઐતિહાસિક ચુકાદો આરોપીને અપાવવામાં પોલીસની પણ ખૂબ મહત્વની ભૂમિકા રહી હતી.
Published by: rakesh parmar
First published: August 8, 2022, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading