સુરત : નાનપુરામાં એક જ કોમના બે ટોળા વચ્ચે હથિયારો સાથે ધીંગાણું, વિસ્તારમાં ભયનો માહોલ, CCTV Video


Updated: September 16, 2021, 6:06 PM IST
સુરત : નાનપુરામાં એક જ કોમના બે ટોળા વચ્ચે હથિયારો સાથે ધીંગાણું, વિસ્તારમાં ભયનો માહોલ, CCTV Video
નાનપુરા વિસ્તારમાં એક જ કોમના ટોળા વચ્ચે ધીંગાણું

ઝઘડામાં રાજકીય આગેવાનનાં મળતિયાઓએ જે પ્રકારે કર્યું જેને લઇને કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. કાચની બાટલીઓ આમને-સામને મારા મારી કરતાં સમગ્ર વિસ્તારમાં મામલો તંગ બન્યો

  • Share this:
સુરત : શહેરના નાનપુરા વિસ્તારમાં એક જ કોમના બે ટોળા આમને સામને આવી જતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો રસ્તા ઉપર ઊભેલી ગાડી પાર્ક કરવાને લઈને થયેલા ઝઘડામાં રાજકીય આગેવાનનાં મળતિયાઓએ પ્રકારે કર્યું જેને લઇને કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. કાચની બાટલીઓ આમને-સામને મારા મારી કરતાં સમગ્ર વિસ્તારમાં મામલો તંગ બન્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી, પણ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

સુરતના નાનપુરા વિસ્તારમાં ગઈકાલે રસ્તા ઉપર રાખી રસ્તો ક્રોસ કરવા બાબતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક જ કોમના ટોળા આમને સામને આવી ગયા હતા, તેમાં રાજકીય વગ ધરાવતા કેટલાક લોકોએ એક યુવકને ઢોરમાર માર્યો હતો. રાજકીય વગ ધરાવતા આ લોકોએ સમગ્ર વિસ્તાર માથે લીધો હતો અને જોતજોતામાં કાચની બોટલ લઈ મારવા લાગ્યા હતા જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે બન્ને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. મામલો વધારે તંગ બને નહીં અને જાન હાની ન પહોંચે તે માટે પોલીસે તમામ લોકોને સમજાવીને મોકલ્યા હતા, પણ પ્રકારની ઘટનાથી પુરા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.આ પણ વાંચો - સુરત : 15 વર્ષની કિશોરીને ઉલટી થતા ખબર પડી દીકરી ગર્ભવતી, પરિવારને ધ્રાસકો, નરાધમની અટકાયત

જોકે આ મામલાના સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના આ વિસ્તારમાં અનેક વખત સામાન્ય બાબતે આ પ્રકારે ટોળા એકત્ર થઇ આમને સામને પથ્થરમારો કરી સમગ્ર વિસ્તારને માથે લેવાની ઘટના પહેલા પણ બની ચુકી છે, પોલીસે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: September 16, 2021, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading