સુરત : Canada જવા માંગતા લોકો ચેતજો! મહિલાએ વિઝાના નામે વેપારીઓને લગાડ્યો બે લાખનો ચૂનો


Updated: July 18, 2021, 7:08 PM IST
સુરત : Canada જવા માંગતા લોકો ચેતજો! મહિલાએ વિઝાના નામે વેપારીઓને લગાડ્યો બે લાખનો ચૂનો
હર્ષા પટેલ આ કામ 20 ટકા કમિશનની લાલચમાં કરતી હોવાની કબૂલાત કરી

જૂનાગઢના રાજા અને મનોજ ના ઈશારે કામ કરતી ગાંધીનગરની મહિલાને 20ટકા કમિશનની લાલચ આપી આ ઠગાઈનો વેપાર કરવામાં આવતો હોવાની કબૂલાત

  • Share this:
કેનેડા (Canda) જવાની લાલચ આપી સુરતના (Surat) વેપારી પાસે બેક એકાઉન્ટની વિગત મેળવી એટીએમ કાર્ડ (ATM Card)  મંગાવી રૂપિયા બે લાખની ઠગાઇ કરવાના કેસમાં સુરત પોલીસે ગાંધીનગરની (Gandhinagar) હર્ષા પટેલ નામની (Harsha Patel)મહિલાની ધરપકડ કરી છે. જોકે આ મહિલાની પૂછપરછ કરતાં સમગ્ર કૌભાંડમાં જૂનાગઢના (Junagadh) રાજા અને મનોજના ઈશારે  કામ કરતી હતી ને કામ કરવા બદલ તેને 20% કમિશન આપતા હોવાની કબૂલાત ને પગલે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યા બાદ મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

.

વિદેશ જવાની લાલચ એ લોકો રૂપિયા ગુમાવ્યાં હોવાની ઘટનાઓ સામે આવે છે. વિદેશ મોકલવાના નામે બેંક  એકાઉન્ટની ડીટેલ્સ મેળવી છેતરપિંડી કરવાની આવી જ એક ઘટનામાં સુરત સામે આવી છે. સુરત પોલીસે ગાંધીનગરની મહિલાની ધરપકડ કરી છે. સુરતના સરથાણા વિસ્તારના જકાતનાકા નજીક  ભગવાન નગર ખાતે રહેતા નરેશ કળથિયા  સાડી નું કામ કરે છે. ચાર માસ અગાઉ નરેશભાઈ પત્ની સાથે કેનેડા ખાતે જોબ કરવા જવાનો નિર્ણય કર્યો હતો તેમને એપ્રિલમાં ફેસબુક ઉપર વિદેશ જવા માટે પાસપોર્ટ વિઝા ની જાહેરાત જોઈ નરેશ ભાઈ લખેલા નંબર પર સંપર્ક કર્યો હતો.

જોકે, પ્રથમ વખત ગૌરવ નામના વ્યક્તિ સાથે વાત થયા બાદ આ સમગ્ર મામલાની વાત અંકિતા નામની યુવતી તેની સાથે કરતી હતી. અંકિતાએ પાસપોર્ટ વિઝા ની કાર્યવાહી સાથે કેનેડા જોબ આપવાનું કઈ નરેશભાઈ પાસે એચડીએફસી બેંકમાં પતિ-પત્ની અને પર્સનલ એકાઉન્ટ ખોલવાનું જોઈન્ટ એકાઉન્ટ માં બે લાખ રૂપિયા બેલેન્સ રાખવા કહ્યું હતું.

આ પણ વાંચો : Gujarat Rains: વલસાડમાં આભ ફાટ્યું, ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ, વાપીમાં સવા 6 ઈંચ વરસાદ

આ રીતે નરેશભાઈ એ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું જોકે અંકિતાએ બેન્કની વિગતો મંગાવી લીધી હતી અને ત્યારબાદ  અંકિતાએ આ નરેશભાઈ ના નામે કુરિયર માં એટીએમ કાર્ડ મંગાવી લઈએ ગાંધીનગરના એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા હતા. જ્યારે નરેશ ભાઈના ઘટનાની જાણ થતા તેઓએ તાત્કાલિક સરથાણા  પોલીસમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા નરેશભાઈ એકાઉન્ટમાંથી ગાંધીનગર ખાતેના એટીએમમાંથી 20 હજાર ના પાંચ ટ્રાન્જેકસન  થયા હતા જોકે પોલીસે સીસીટીવી તપાસ કરતાં ગાંધીનગરની રહેવાસી ચંદુભાઈ પટેલ સાથે હર્ષા નામની મહિલા સામે આવી હતી. જોકે હર્ષા અંકિતા બંને વેપારીને કોલ કર્યો હતો અને તેના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા હતા .

આ પણ વાંચો : મોરબી : 'બાય મિતાલી એકવાર મારી લાશ પર રોવા આવજે..,' આયેશાની જેમ FB Live કરી યુવકનો આપઘાત

પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા હતા એ જણાવ્યું હતું કે જુનાગઢનો રાજા અને મનોજ નામનો વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનું કામ કરે છે અને ફોન કરાવી આ તમામ ઠગાઈ કરાવતો હતો.
Published by: Jay Mishra
First published: July 18, 2021, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading