સુરત : ગેહલોત અને મેવાડાને દારૂની હોમ ડિલિવરીનો ધંધો ભારે પડ્યો! 'પેપર ફૂટી' જતા પકડાઈ ગયા


Updated: July 9, 2021, 10:51 AM IST
સુરત : ગેહલોત અને મેવાડાને દારૂની હોમ ડિલિવરીનો ધંધો ભારે પડ્યો! 'પેપર ફૂટી' જતા પકડાઈ ગયા
ગેહલોત અને મેવાડાને દારૂનો ધંધો શરૂકરવો ભારે પડ્યો

મોંઘીદાટ સ્કોચ અને વિસ્કીની મોપેડ પર હોમ ડીલેવરી કરતા દારૂની 42 બોટલ સાથે આ યુવાનો પકડાયા, કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ 

  • Share this:
સુરત : લોકડાઉનમાં (Lockdown) નોકરી છૂટી જતા દારૂના વેપલામાં ઝંપલાવનારા બે રાજસ્થાનીને (Rajasthan) કતારગામ પોલીસે (Katargam) આબાદ પકડી પાડ્યા હતા . મોંઘીદાટ સ્કોચ . વ્હિસ્કીની મોપેડ પર હોમ ડિલિવરી કરતા બંને યુવકો પાસે 1.11 લાખની કિંમતની 42 બોટલ મળી પોલીસે 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ યુવકોએ પોલીસને દારૂનો ધંધો શરૂ કરવા પાછળ ચોંકાવનારું કારણ આપ્યું હતું. યુવકોની વાતો સાંભળીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી હતી. જોકે, દારૂ વેચતા પકડાયેલા લોકો હંમેશા આવા કારણો આપતા હોય છે પરંતુ આ યુવકોની વાત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

કોરોના કાળમાં કેટલાક લોકોનો વેપાર ઉધોગ બંધ થઈ જતા પરિવારની આર્થિક જરૂરિયાત પુરી કરવા આવા લોકો ગુનાહિત કાર્યમાં જોડાય ગયા હતા. જોકે મોટા ભાગના લોકો દારૂના વેપાર સાથે જોડઈ ગયા હતા કારણ કે આ વેપારમાં ઓછા રોકાણે મોટો નફો થતો હતો. ત્યારે સુરતમાં આવી જ રીતે દારૂના વેપાર સાથે જોડાયેલા બે યુવાનોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરતના કતારગામમાં વડવાળા સર્કલ પાસે બે યુવાનો દારૂની હોમ ડીલેવરી કરવા આવવાના છે, આ હકીકત મળતાની સાથે પોલીસે વોચ ગોઠવી એક્ટિવા પર પસાર થતા બે યુવકોને અટકાવી તપાસ કરતા મોપેડની આગળ મુકેલી બેગમાંથી જોની વોકર બ્લેક લેબલની 12 બોટલ , જોની વોકર રેડ લેબલની 18 બોટલ , અબરફેલ્ડી હાઇલેન્ડ સ્કોચ વ્હીસ્કીની 12 બોટલ મળી આવી હતી .

રૂપિયા 2500, 4000 ની કિંમતની એક સ્કોચની બોટલ જોઇ પોલીસ ચોંકી ઉઠી હતી . કતારગામ પોલીસે મોપેડ પર સવાર દિલીપ જગદીશચંદ્ર ગેહલોતઅને પ્રિતમ મદનલાલ મેવાડા ની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી 1.11 લાખની દારૂની 42 બોટલ , મોપેડ અને 2 મોબાઇલ મળી 1.76 લાખની મત્તા કબ્જે લીધી હતી.

જોકે પોલીસે આ બંનેવ રાજસ્થાનના યુવાનો ની પૂછપરછ સાહરુ કરી હતી અને દારૂનો જથ્થો ક્યાંથી લાવીયા હોવાની પૂછતાં આ બંનેવ યુવાને પોતે રાજસ્થાની કાપડની દલાલીનું કામ કરતા હતા . લોકડાઉન - કોરાનાને કારણે ધંધો નહિ થા 8 માસથી તેઓ દારૂનો ધંધો કરતા થઈ ગયા હતા અને મોપેડ પર હોમ ડિલિવરી કરતા હતા.

થોડાં સમય પહેલાં તેઓ રાજસ્થાનમાં પણ દારૂની હેરાફેરીમાં પકડાયા હતા જોકે પોલીસેન કહેવા એક વખત પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી અને આ બંનેવ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી હતી
Published by: Jay Mishra
First published: July 9, 2021, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading