સુરત : વેપારીને દાદાગીરી ભારે પડી, મારા મારીમાં યુવકનું મોત, ઈડલી-ઢોંસાને બદલે હવે પીસશે જેલની ચક્કી


Updated: September 9, 2021, 7:15 PM IST
સુરત : વેપારીને દાદાગીરી ભારે પડી, મારા મારીમાં યુવકનું મોત, ઈડલી-ઢોંસાને બદલે હવે પીસશે જેલની ચક્કી
લીંબાયતમાં હત્યા

યુવાનને બે દિવસ અગાઉ સોસાયટીના નાકા પર ઈડલી-ઢોંસાની દુકાનના વેપારી સાથે ધક્કો લાગ્યો અને તેને લઈને પહેલા ઝઘડો અને ત્યાર બાદ મારામારી થઈ હતી

  • Share this:
સુરત : સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. લીંબાયત વિસ્તારમાં રહેતા યુવાનને બે દિવસ અગાઉ સોસાયટીના નાકા પર ઈડલી-ઢોંસાની દુકાનના વેપારી સાથે ધક્કો લાગ્યો અને તેને લઈને પહેલા ઝઘડો અને ત્યાર બાદ મારામારી થઈ હતી. આ મામલે સોસાયટીના એક વ્યક્તિને સાથે રાખી સમાદાન માટે પણ ગયો હતો, જોકે, દુકાનદારે ફરી ઝગડો કરી ઢોર માર માર્યો, જેમાં યુવક ગંભીર રીતે ગાયલ થયો હતો, તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બે દિવસ બાદ યુવકનું મોત થતાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુરતમાં ગુનાખોરી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતાના પગલે સામાન્ય બાબતે થયલા ઝઘડાને લઈને પણ ગંભીર ઘટનાઓ ઘટી જતી હોય છે ત્યારે આ વિસ્તારમાં વધુ એક હત્યા સામે આવતા ચકચાર મચી જવા સાથે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે. મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં લીંબાયત રત્નપ્રભા સોસાયટી ઘર નં. ૭૯માં રહેતો ૩૨ વર્ષીય કિશન જયરામ સોનવણે બે દિવસ અગાઉ શ્રીજી નગર પાસેથી પસાર થતો હતો, ત્યારે સહજાનંદ સોસાયટીના નાકે ચાર રસ્તા પાસે પ્લોટ નં .૪૪૫ માં ટીફીન કોર્નરના નામે ઈડલી - ઢોસાનું વેચાણ કરતા નવીનને તેનો ધક્કો લાગ્યો હતો. આ મામલે નવીને કિશન સાથે ઝઘડો કરી તેને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો હતો.

આ પણ વાંચોસુરત અકસ્માત VIDEO : નબીરા કાર ચાલકે બાળકીને અડફેટે લીધી, કરૂણ અકસ્માત CCTVમાં કેદ

આ દરમિયાન, જ્યારે બપોરે કિશન નવીનની દુકાન પાસેથી પસાર થતો હતો ત્યારે નવીને તેને ઘૂરીને જોયું હતું. આથી કિશન સહજાનંદ સોસાયટી ઘર નં .૪૧૯માં રહેતા માસી ચંદાબેન ગોકુલભાઈ ખેડકરના ઘરે ગયો હતો અને તમામ વાત કરતા ચંદાબેન નવીનને જાણતા હોય ફરી તે ઝઘડો નહીં કરે તે સમજાવવા કિશન સાથે નવીનની દુકાને ગયા હતા. ચંદાબેને નવીનને ઠપકો આપતા તે ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરતા કિશને તેને રોક્યો હતો. આથી નવીને દુકાનમાંથી બહાર આવી કિશનને પેટ, છાતી, ગળામાં મુક્કા મારી ધક્કો મારતા તે ઓટલા પરથી નીચે પટકાયો હતો અને બેભાન થઈ ગયો હતો. કિશનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને બાદમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે , ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતો. બનાવની જાણ થતા લીંબાયત પોલીસે ચંદાબેનની ફરિયાદના આધારે નવીન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
Published by: kiran mehta
First published: September 9, 2021, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading