સુરતઃ ‘I will kill you’, આદિત્ય ઠાકરેને ધમકી આપનાર વિદ્યાર્થી નીકળ્યો, કેમ આપી હતી ધમકી?


Updated: September 16, 2021, 10:35 PM IST
સુરતઃ ‘I will kill you’, આદિત્ય ઠાકરેને ધમકી આપનાર વિદ્યાર્થી નીકળ્યો, કેમ આપી હતી ધમકી?
સુરત ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર

surat news: બી. એસ.સી. કરનાર આ યુવાનને ઓ.બી. સી. વિદ્યાર્થી (OBC students) તરીકે મળતી 4500ની સ્કોલરશિપ (Scholarship) દોઢ વર્ષ થવા છતાં નહિ મળી હોઇ યુવાન આદિત્ય ઠાકરેને (Environment Minister Aditya Thackeray) રજૂઆત કરવાના ઇરાદે મુંબઈ (mumbai) પહોંચ્યો હતો.

  • Share this:
સુરતઃ મહારાષ્ટ્ર શિવસેનાના (Maharasthra shivsena) પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને (Environment Minister Aditya Thackeray) ટેસ્ટ મેસેજ ઉપર આઇ વિલ કિલ યુનો (I will kill you) મેસેજ લખી ધમકી આપનાર જલગાંવના યુવાનને  સુરત પોલીસે રેલવે સ્ટેશન (surat police railway station) નજીક આયુર્વેદિક ગરનાળા પાસેથી ઝડપી લઇ મુંબઈ પોલીસને (mumbai police) સોંપ્યો હતો. બી. એસ.સી. કરનાર આ યુવાનને ઓ.બી. સી. વિદ્યાર્થી તરીકે મળતી 4500ની સ્કોલરશિપ દોઢ વર્ષ થવા છતાં નહિ મળી હોઇ યુવાન આદિત્ય ઠાકરેને રજૂઆત કરવાના ઇરાદે મુંબઈ પહોંચ્યો હતો. પરંતુ મુલાકાત નહિ મળતાં એસ.એમ.એસ. કરી ધમકી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ મંગળવારે બપોરે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉતાવળે દોડી ગઇ હતી.

મુંબઈ ક્રાઇમ બાન્ચ દ્વારા તેમને એલર્ટ કરાઇ હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં આરોગ્યમંત્રી આદિત્ય ઠાકરેને એક નંબર ઉપરથી SMS આવ્યો હતો. જેમાં આઇ વિલ કિલ યુ લખી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે નંબર ઉપરથી ધમકીભર્યો ટેસ્ટ મેસેજ આવ્યો હતો તે નંબર સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં લોકેટ થતો હોઇ સુરત પોલીસને એલર્ટ કરાઇ હતી.

સુરત ક્રાઇમ બાન્ચે દોડી આયુર્વેદિક ગરનાળા પાસેથી ૨૩ વષય ધનંજય ગોકુલ નિકમ (રહે. ગામ શાહપુર, જિ. જલગાંવ)ને ઝડપી લીધો હતો. મુંબઇ પોલીસ પણ ઉતાવળે પહોંચી હોઇ તેને સોંપી દેવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવાને બી. એસસી.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને એમ.એસસી. કરવા માંગતો હતો.

આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

પરંતુ તેને ઓ.બી.સી. વિદ્યાર્થી તરીકેને 4500રૂપિયાની સ્કોલરશિપ દોઢ વર્ષ છતાં પણ મળી ન હતી. પૂણેને એક - ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો તે છે. પણ છૂટી જતાં આર્થિક સંકડામણમાં 5 ફસાયેલા આ યુવાન સ્કોલરશિપનો ઉકેલ મળશે તે અપેક્ષા સાથે રવિવારે કે મુંબઇમાં આદિત્ય ઠાકરેની ઓફિસમાં પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસગુગલ ઉપરથી નંબર મેળવીને ધમકી આપી.  ગણેશ ઉત્સવને કારણે ઓફિસના કર્મચારીઓએ આ યુવાનને આદિત્ય ઠાકરેને મળવા નહિ દેતાં રોષે ભરાઇને ગુગલ ઉપરથી આદિત્ય ઠાકરેનો જે નંબર મેળવ્યો હતો તેની ઉપર ફોન કર્યો હતો.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ સુપરવાઈઝર સાથે મિત્રતા કેળવવી પરિણીતાને ભારે પડી, અંગતપળોના ફોટો પડ્યા અને...

બે ત્રણ વખત ફોન  કરવા છતા રિસીવ નહિ કયો હોઇ ધમકીભર્યો મેસેજ લખી મોકલાવ્યો હતો. મુંબઇથી સીધી ટ્રેન મળી શકે તેમ નહિ હોઇ આ યુવાન સુરતથી  જલગાંવ જતી ટ્રેન પકડવા સુરત આવ્યો હતો.
Published by: ankit patel
First published: September 16, 2021, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading