સુરત : વરાછાના બૂટલેગરે જામીન મળતા કરી ઉજવણી, પોલીસ સાથે મારામારીનો Video થયો હતો Viral


Updated: July 10, 2021, 2:17 PM IST
સુરત : વરાછાના બૂટલેગરે જામીન મળતા કરી ઉજવણી, પોલીસ સાથે મારામારીનો Video થયો હતો Viral
બૂટલગરો બેફામ પહેલાં પોલીસ સાથે મારામારી કરી, જામીન મળ્યા બાદ ફટાકડાં ફોડી ઉજવણી કરી

ડીસીબી પોલીસ પર હુમલો કરવાના કેસમાં જેલમાં બંધ વરાછાનો માંગીલાલ ગુર્જર છૂટી જતા ફટાકડાં ફોડીન ઉજવણી કરી

  • Share this:
સુરત શહેરમાં બુટલેગરો (Bootlegger in Surat) બેફામ બન્યા છે જાહેરમાં જન્મદિવસની ઉજવણી (Birthday Celebrations) સાથે હવે તો પોલીસ પર હુમલો કર્યા (Attack on Police) બાદ મળી સજા કાપીને બહાર આવતા જ આ બુટલેગરો ફટાકડા ફોડી પોતાનું સ્વાગત કરાવતા હોય છે. બે દિવસ પહેલા સુરત ગ્રામ્યમાં આ જ પ્રકારે બુટલેગરે શાહી વરઘોડો કર્યા બાદ સુરતના અમરોલી વિસ્તારના બુટલેગરે ફટાકડા ફોડી જાહેરમાં ઉજવણી કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral Video) થયો છે. જોકે બુટલેગરો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવા માટે આ પ્રકારના કાર્યો કરતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી બૂટલેગરો બેફામ બન્યા છે. પોલીસને રૂપિયા આપીને તમામ કાયદા કાનુન તોડતા જોવા મળી રહ્યા છે જોકે આ બૂટલેગરો અત્યાર સુધીમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી નીતિનિયમો તોડતા જોવા મળ્યા હતા પણ હવે તો આ બૂટલેગરો ગુનાહિત કૃત્ય કરી જેલમાંથી છૂટીને આવ્યા બાદ બેફામ બની ફટાકડા ફોડી પોતાનું સ્વાગત કરાવતા હોય છે.

આ પણ વાંચો : સુરત : દારૂ સંતાડવાનું ચોરખાનું જોઈ પોલીસ માથું ખંજવાળવા લાગી, 827 બોટલ સંતાડી હતી

થોડા દિવસ પહેલા સલાબતપુરા વિસ્તારમાં આ જ પ્રકારે ફટાકડા ફોડી એક ઉમેદવારે પોતાનું સ્વાગત કરાવ્યું તો બે દિવસ પહેલા સુરત ગ્રામ્ય બુટલેગરે ગાડીઓના કાફલા સાથે વરઘોડો કાઢીનો વિસ્તારમાં દબદબો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારે થોડા સમય પહેલાં સુરતના અમરોલી વિસ્તારમાં દારૂ પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો કરનાર મોટા વરાછાનો માંગીલાલ ગુર્જર નામનો આરોપી પોલીસ પર હુમલો કરવાને લઈને જેલવાસ ભોગવી રહ્યો હતો.જોકે જામીન પર જેલમાંથી છુટીને બહાર આવ્યા બાદ તેના મળતિયાઓ તેનો ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું આરોપી સુરત અમરોલી સાયણ પોલીસ સ્ટેશનના અનેક ગુનામાં પકડાઇ ચૂક્યા છે. ભૂતકાળમાં પાસાની સજા પણ કાપીને આવેલો છે.

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં ધમધમતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, મસાજના નામે થતો હતો દેહવેપાર

ત્યારે ડીસીબી પોલીસ પર હુમલો કરવાના કેસમાં જેલમાં હતો અને જેલમાંથી છૂટીને આવતા ફટાકડા ફોડી પોતાનું સ્વાગત કરાવો ને લઈને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ત્યારે શહેરમાં જન્મદિવસની ઉજવણી બાદ ફટાકડા ફોડી સ્વાગત કરતાં આ બુટલેગરો એટલી હદે પહેર્યા છે ત્યારે પોલીસ આવશે કે કેમ તે એક સવાલ ઉભો થયો છે
Published by: Jay Mishra
First published: July 10, 2021, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading