સુરત : દારૂની મહેફિલ ભારે પડી! વેપારીઓની પાર્ટી પર દરોડા, 'જલસા' કરવા જ ભાડે રાખ્યો હતો બંગ્લો?


Updated: June 26, 2021, 1:57 PM IST
સુરત : દારૂની મહેફિલ ભારે પડી! વેપારીઓની પાર્ટી પર દરોડા, 'જલસા' કરવા જ ભાડે રાખ્યો હતો બંગ્લો?
પોલીસે 10 વેપારીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

સુરતના અડાજણ વિસ્તારમાં બાલાજી બંગલોમાં રહેતા આર્કિટેક એ પોતાના મિત્રોને ઘરે બોલાવી દારૂની મહેફિલ નું આયોજન કર્યું હતું, ઝડપાયેલા વેપારીઓ સમૃદ્ધ હોવાની માહિતી

  • Share this:
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Gujarat Liquor ban) હોવા છતાં ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે અને લોકો દારૂ પિતા પણ હોય છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આર્કિટેક એ પોતાના ઘરે દારૂની (liquor party) મહેફિલ નું આયોજન કર્યું છે તેવી હકીકત મળતા ખટોદરા પોલીસે (Surat Police) દરોડા પાડી દસ જેટલા વેપારીઓની (Businessmen caught) દારૂની મહેફિલ કરતા ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચવા સાથે લોકો દારૂ પીતા હોવાની સતત ફરિયાદો સામે આવે છે તેમાં પણ સુરતના રહેતા સુરતીઓ કોઈપણ પ્રસંગો દારૂ વગર ઉજવણી કરતા નથી ત્યારે ખટોદરા પોલીસને ગઈકાલે રાત્રે અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે આ વિસ્તારમાં આવેલા બાલાજી બંગ્લોઝમાં રહેતા આર્કિટેક એ પોતાના ઘરે પોતાના મિત્રોને બોલાવી દારૂની મહેફિલ કરી રહ્યા છે.

આ પણ વાંચો :   મહેસાણા : 'Love you ફ્રેન્ડ્સ-મોમ ડેડ, બાય' આયેશાની જેમ અંતિમ વીડિયો બનાવી યુવકે મોઢેરા કેનાલમાં લગાવી મોતની છલાંગ

જોકે આ હકીકત મળતાની સાથે જ ખટોદરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ બાલાજી બંગલો માં દરોડા પાડી દારૂની મહેફિલ માણતા 10 જેટલા વેપારીઓની અટકાયત કરી હતી જોકે પોલીસે ત્યાંથી ત્રણ દારૂની બોટલો સહિતનો સામાન કબજે કર્યો હતો આ બંગલો ભાડે રાખી જેમાં આ જ પ્રકારની પાર્ટી કરતા હોવાની વિગતો સતત પોલીસ સામે આવી રહી હતી ત્યારે પોલીસે આ મામલે 10 જેટલા વેપારીઓને અટકાયતમાં લઇ તેમના વિરુદ્ધ દારૂબંધી હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

જોકે પકડાયેલા આરોપીઓ માર્કેટ કાપડ વેપારી ફોટોગ્રાફી સહિતના અલગ-અલગ વાર સાથે જોડાયેલા વેપારીઓ હતા જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જુગાર દારૂની પાર્ટીમાં સામેલ થયેલા તમામ વેપારીઓ ના નામ નીચે મુજબના છે.આ પણ વાંચો : સુરત : ટેમ્પોમાં બનાવેલું ચોરખાનું જોઈ પોલીસ માખું ખંજવાળવા લાગી! 1680 બોટલો સંતાડી હતી

મહેફીલમાં પકડાયેલાના નામોની વિગતો

ધ્રુપદ જયંતીભાઇ રાઠોડ(36) –આર્ટીટેક(રહે, બાલાજી બંગ્લોઝ, સેકન્ડ વી.આઇ.પી રોડ)ચારુલ જીતેંદ્ર બારોટ(32)- નોકરી(રહે, અમીકુંજ સોસા,ઘોડદોડ રોડ)રુશી હિતેશકુમાર શાહ(30) -પ્રીંટીંગ પ્રેસ(રહે, એલ.બી.પાર્ક, ઘોડદોડ રોડ)વત્સલ પારસ ઓઝા(30)-નોકરી(રહે, સાંઇવિહાર રો હાઉસ, અડાજણ)અભિષેક પંકજ ભાઇ શાહ(28)- વેપાર(રહે,સ્વીટ હોમ એપા. ઘોડદોડ રોડ)જય હિતેંદ્રભાઇ દેસાઇ(31)-નોકરી(રહે,સન્નીવાસ ફ્લેટ, ઘોડદોડ રોડ)આશીષકુમાર ભગવતીલાલ થેમસે(49)-નોકરી(રહે, નેસ્ટવ્યુહ એપાટ, અલથાણ)હીરેન અમૃતલાલ ભગવાગર(36)-દલાલી(રહે, બેજનજી કોટનજી ચાલ,નાનપુરા)નીશાંત અનીલકુમાર મશરુવાલા(30) ફોટોગ્રાફી(રહે,અંબાનગર,સુરત)વિષ્ણુ ભુપેન્દ્રભાઈ મશરુવાલા(32)-ટેક્ષટાઇલ્સ(રહે,ઓરોવીલ સોસા,ભટાર)
Published by: Jay Mishra
First published: June 26, 2021, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading