સુરત : હવે ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો પર્દાફાશ, ૩ લાખનો સોદો 2.70 લાખમાં ફાઈનલ કર્યો


Updated: May 9, 2021, 7:33 PM IST
સુરત : હવે ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો પર્દાફાશ, ૩ લાખનો સોદો 2.70 લાખમાં ફાઈનલ કર્યો
આરોપીની ધરપકડ

રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો.જેથી ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો અને બે ઇસમોની ધરપકડ.

  • Share this:
સુરત : કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂા.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો.જેથી ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો અને બે ઇસમોની ધરપકડ.

સુરતમાં જે રીતે કાળા બજારી સતત સામે આવી રહિક હે એક બાજુ લોકો જીવન મરણ સામે લડી રહ્યા ત્યારે લોકો પોતાના સ્વાર્થ માટે કલાબજારી હજુ પણ કરી રહ્યા છે ત્યારે સુરતના એક વ્યક્તિએ શનિવારે બપોરે સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાનોં કોન્ટેકર કરી ઇન્જેક્શ માટે વાત કરી અને બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂા.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો. ઈન્જેકશનની ડિલીવરી માટે તેના પિતા રસિક કથિરિયાને મોકલ્યાં હતા. રોકડા 2.70 લાખ રૂપિયા વ્યક્તિએ આપતાં એક ટોસિલિઝુમેબ અપાયું હતું.

આ લેતીદેતી વખતે જ પોલીસે પિતાની ધરપકડ કરી હતી. અને સાગરિત વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી છે. જ્યારે નર્સની શોધખોળ ચાલુ છે. આ ઈન્જેકશન નકલી હોવાની આશંકાએ પોલીસે ડ્રગ વિભાગની મદદ લીધી છે. બાદમાં SOG દ્વારા ઓપરેશન પર પાડી વધુ આ બાબતે ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી મોડી રાત્રે ઉમરા પોલીસે આઈપીસીની કલમ 420, 114 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3,7,11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 53 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટની કલમ 27 મુજબ ગુનો નોંધ્યો હતો આમ આ બાબતે ખાનગી વ્યક્તિએ નાણાં આપ્યા ત્યારે પિતાએ દીકરીને ફોન કરી પૂછ્યું, ‘2.90 લાખ લેવાના છે કે 2.70 લાખ?’ એટલે લોકો કેટલી કાળા બજારી રી રહ્યા છે.

આ પણ વાંચો - ભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

પાલિકામાં નોકરી કરતા એક કર્મચારીને થોડા દિવસો પહેલા ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 26 એપ્રિલે તેમને ઇટોલિઝુમેબ ઇન્જેક્શન લખી આપ્યું હતું. સ્વજનોએ તપાસ કર્યા પછીપણ ન મળ્યું હતું. દરમિયાનમાં આ હોસ્પિટલમાં કામ કરતી હેતલ નામની નર્સ દર્દીના પરિવારના એક સભ્યને મળી હતી અને ઇન્જેક્શન મળ્યું કે નહીં તે અંગે પૃચ્છા કરી હતી. ત્યારબાદ હેતલે પોતે વ્યવસ્થા કરી આપશું તેવું આશ્વાસન આપ્યુંહતું. બે દિવસની ચર્ચાના અંતે હેતલે દર્દી દર્દીનું આધારકાર્ડ વોટ્સએપ પર મંગાવ્યા બાદ એક વચેટિયાનો મોબાઇલ નંબર આપ્યો હતો અને પોતાના રેફરન્સથી વાત કરવા કહ્યું હતું. આ સમયે ઇન્જેક્શનની કિંમત 2.30 લાખ કહી હતી.

આ પણ વાંચો - રાજકોટ : જાગનાથ પ્લોટમાંથી ઝડપાયું કુટણખાનું, માતા કુટણખાનું ચલાવતી દીકરો ગ્રાહકો શોધી લાવતો દર્દીનો જીવ બચાવવા આ કિંમત આપવા તૈયાર થયો હતો. 28 એપ્રિલની રાત્રે આ ઇન્જેક્શનના નાણા ચૂકવ્યા હતા અને રિંગ રોડ ખાતેના રઘુવીર માર્કેટથી નજીક એક લેબ ખાતે બે ગ્લાસમાં બરફ મુકી ઇન્જેક્શન આપ્યું હતું. દર્દીના પરિવારે ઇન્જેક્શન લઇને ડોક્ટરને આપ્યું હતું. ત્યારબાદ દર્દીને આઇસીયુમાં ફરજ બજાવતા ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું હતું. જોકે આ ઇન્જેક્શન આપ્યા પછી પણ દર્દીનું ઓક્સિજન લેવલ નીચું જતું હતું અને 4થી મેએ તેનું મૃત્યુ થયું હતું. સુરતમાં જે રીતે એક પછી એક કાળા બજારી સામે આવી રહી તે એક ચોંકાવનારી છે અને ખાસ કરી લોકોએ પણ ચેતવવાની ખુબજ જરૂરી છે હાલમાં તો ઉમરા પોલીસે આ બાબતે ગુનો નોંધી બે ઇસમોની ધરપકડ કરી અને નર્સ હેતલ ની શોધખોળ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: May 9, 2021, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading