સુરત : બેરોજગારીએ વધુ એકનો ભોગ લીધો, Coronaકાળમાં નોકરી છૂટી જતા આધેડે દવા પી જિંદગી ટૂંકાવી


Updated: July 5, 2021, 10:28 PM IST
સુરત : બેરોજગારીએ વધુ એકનો ભોગ લીધો, Coronaકાળમાં નોકરી છૂટી જતા આધેડે દવા પી જિંદગી ટૂંકાવી
પ્રતિકાત્મક તસવીર

જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતા આધેડ નોકરી છુટી જતા સુસાઈટ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી

  • Share this:


સુરત (Surat)માં કોરોના વાયરસ (Cornavirus)ના કહેર બાદ જનજીવન તો થાળે પડી ગયું છે પરંતુ તેના ઘસરકાર હજુ ગયા નથી. સ્વાસ્થ્ય સાથે આર્થિક તબાહી નોતરનાર આ કાળમુખા રોગના કારણે કેટલાય લોકોની રોજગારી (Employment) છીનવી લીધી છે. દરિયાન આવા બેરોજગારો (Unemploy) આપઘાત (Suicide) કરી રહ્યા હોવાની ઘટનાઓ ઘટી રહી છે. આવા જ એક બેરોજગાર આધેડે આજે સુરત શહેરમાં આપઘાત કરી લેતા કરૂણાંતિકા સર્જાઈ છે. જ્વેલર્સની દુકાનમાં કામ કરતા આધેડની નોકરી છૂટી જતા તેઓ લાંબા સમયથી તણાવમાં આવી જઈ આપઘાત કર્યો છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવારા ખાતે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ મહેન્દ્ર ભાઈ શાહ  કે જેઓ જવેલર્સ ની દુકાનમાં કામ કરતા હતા. જોકે આઠ વર્ષ પહેલાં છૂટાછેડા થયા બાદ તેવો જવેલર્સની દુકાનમાં કામ કરી પોતાનું ગુજરાન ચાલવતા હતા.

આ પણ વાંચો : સુરત : ફિલ્મોના DON જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, GUJCTOCના કેસમાં હતો ફરાર

પણ એક બાજુ આર્થિક સંકડામણ અને બીજી બાજુ નોકરી છૂટી જતાં સતત માનસિક તણાવમાં રહેતા આધેડે આજ રોજ પોતાના ઘરમાં સુસાઇડ નોટ લખી અને ઝેરી  દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જોકે આ ઘટનાની જાણ પડોશીઓ અને તેમના સ્વજનોને થતા તેઓ તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જયાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
જોકે આ મામલાની જાણ થતાં અઠવા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે પણ જે રીતે આર્થિક સંકડામણ અને તેમાં પણ નોકરી છુટી જતા આધેડ  હિંમત હારી જઈને  આ પગલું ભરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સુરત શહેરમાં લૉકડાઉનથી લઈને અત્યારસુધીમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

આ પણ વાંચો : અમરેલી : ધોળેદિવસે ફાયરિંગનો CCTV Video, બિપીન ટેલરમાં બૂલેટ પર આવેલા શખ્સોએ ગોળી ચલાવી

મોટાભાગના કિસ્સામાં લોકો આર્થિક રીતે તબાહ થઈ ગયા હોવાથી સંઘર્ષ ન કરી શકવાની સ્થિતિમાં હોવાથી આપઘાત કરી લે છે. આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સામાજિક સહયોગથી આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય છે.
Published by: Jay Mishra
First published: July 5, 2021, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading