સુરત: દોઢ મિનિટમાં 42 લાખનાં હીરા અને લાખો રૂપિયાની થઇ હતી ચોરી, ઉકેલાયો ભેદ, પહેલાના ભાગીદારે જ ઘડ્યો હતો ફુલપ્રુફ પ્લાન


Updated: July 21, 2021, 3:39 PM IST
સુરત: દોઢ મિનિટમાં 42 લાખનાં હીરા અને લાખો રૂપિયાની થઇ હતી ચોરી, ઉકેલાયો ભેદ, પહેલાના ભાગીદારે જ ઘડ્યો હતો ફુલપ્રુફ પ્લાન
અપમાનનો બદલો અને ભાગીદારીની નુકસાની વસૂલવા જૂના પાર્ટનરે જ 42 લાખના હીરા ચોર્યા હતા.

એક્ટિવામાં 30 નહીં 42 લાખના હીરા હતા, હીરા ચોરીમાં મદદ કરનાર ટેમ્પા ચાલકની પણ કરાઈ ધરપકડ

  • Share this:
સુરત: કાપોદ્રામાં એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખની ચોરી કરનાર અરોપી અને તેના સાગરીતની કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. આ ચોરી પાછળ ચોકાવનારું કારણ સામે આવ્યું છે. અપમાનનો બદલો અને ભાગીદારીની નુકસાની વસૂલવા જૂના પાર્ટનરે જ 42 લાખના હીરા ચોર્યા હતા.

પુણાગામમાં કૈલાશધામ સોસયટીમાં રહેતા પરેશ ભુપતભાઈ દુધાત હીરાનો વેપાર કરે છે. તેઓ કાપોદ્રાના જવાહરનગર રોડ ઉપર સાંઇનાથ સોસાયટીમાં પોતાની ઓફિસ ધરાવે છે. એક મહિના પહેલા તેઓએ 30 લાખના હીરા ખરીદ્યા હતા. આ હીરા લઇને તેઓ કાપોદ્રાના કારગીલ ચોક પાસે નારાયણ સોસાયટીમાં આવેલી બીજી ઓફિસમાં ગયા હતા. ઓફિસની બહાર તેઓએ એક્ટિવા પાર્ક કર્યું હતું. દોઢ મિનિટ જ એક્ટિવા અને તેની ડીકીમાં મૂકેલા રૂા. 42 લાખની કિમતના 12 કેરેટ હીરા, રોકડા રૂા. 1.16 લાખ ચોરાઇ ગયા હતા.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને પરેશભાઇના નજીકના લોકોની ઉપર શંકા રાખીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કાપોદ્રા પોલીસે મુળ અમરેલીના વેણીવદરના વતની અને સુરતમાં પુણાગામ પુષ્પાનગર સોસાયટીમાં રહેતો ઘનશ્યામભાઇ ધીરુભાઇ નાકરાણી. તેમજ સરથાણા યોગીચોક પાસે, તિરૂપતિ સોસાયટીમાં રહેતો રાહુલ ધીરૂભાઇ ચોડવડીયાની અટકાયત કરી હતી.

'શિલ્પા શેટ્ટીને બધી ખબર છે, તે રાજ કુંદ્રાની કંપનીમાં ડાયરેક્ટર છે,' આ મોડલે કહી દીધી મોટી વાત

પોલીસની પુછપરછમાં ઘનશ્યામભાઇ અને પરેશભાઇ છ વર્ષ પહેલા સાથે ભાગીદારીમાં વેપાર કરતા હતા. પરેશભાઇ પોતાનો કેટલોક હિસાબ ઘનશ્યામભાઇને આપતા ન હતા અને તેઓને સાઇડ ટ્રેક કરતા હતા. ત્યારબાદ બંનેની ભાગીદારી પણ છૂટી ગઇ હતી. આ વાતની અદાવત રાખીને ઘનશ્યામભાઇએ પરેશભાઇની સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું. ચાર મહિના પહેલા જ ઘનશ્યામ નાકરાણીએ પરેશભાઇને ફોન કરીને તેઓની એક્ટિવા માંગી હતી. આ એક્ટિવા લઇ જઇને તેની ડુપ્લીકેટ ચાવી પણ બનાવી લીધી હતી. ઘનશ્યામ પરેશભાઇની એક્ટિવામાં લાખો રૂપિયાની હીરા હોવાની વાત પહેલાથી જ જાણતો હતો અને ડુપ્લીકેટ ચાવી વડે તે એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘનશ્યામ નાકરાણીની સાથે તેને મદદ કરનારા ટેમ્પો ચાલક રાહુલ ચોડવડીયાની ધરપકડ કરી હતી.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને આઈશર ધડાકાભેર અથડાયા, ચાલક અને ક્લિનરનાં મોત


42 લાખના હીરાની ચોરીની ઘટનામાં જૂના ભાગીદાર ઘનશ્યામે ટેમ્પોચાલક રાહુલને રૂ. 50 હજાર મળશે તેવી વાત કરી હતી. બીજી તરફ આ રાહુલની પુત્રનું દશેક દિવસ પહેલાં જ ઓપરેશન થયું હતું. આ ઓપરેશન અને બીજી સારવારમાં આશરે ૩ લાખ જેટલી માતબર ખર્ચો પણ થયો હતો. ત્યારે રાહુલ ગમે ત્યાંથી રૂપિયા ભેગા કરવા માંગતો હતો. આ દરમિયાન જ તેનો ભેગો ઘનશ્યામભાઇની સાથે થયો હતો અને તેને રૂ.50 હજાર મળ્યા હતા. ઘનશ્યામે પરેશભાઇની સાથે બદલો લેવા માટે એક ટેમ્પો ચાલકની મદદ લીધી હતી. તેણે ટેમ્પો ચાલક રાહુલને કહ્યું કે, મારે એક માથાકૂટ થઇ છે. અને એક ગાડી ઉઠાવવાની છે. આ માટે તારી જરૂર પડશે. તારે તારો ટેમ્પો દુકાનની આગળ ઊભો રાખી દેવાનો છે કે જેથી કોઇને ખબર પડે નહીં, આ કામ માટે તેને રૂા. 50 હજાર મળશે.


સોમવારે બપોરના સમયે પરેશભાઇએ જ્યાં ગાડી પાર્ક કરી તેની પાસે જ રાહુલે પોતાનો ટેમ્પો પાર્ક કરી દીધો હતો. બાદમાં ઘનશ્યામ ડુપ્લીકેટ ચાવી લઇને ગયો હતો અને એક્ટિવા લઇ ફાર થઇ ગયો હતો. કોઇને ખબર ન પડે તે માટે ઘનશ્યામે રેઇનકોટ પણ પહેરી લીધો હતો. હાલ તો પોલીસે ઘનશ્યામભાઇ અને રાહુલની ધરપકડ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: July 21, 2021, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading