સુરત : કડોદરા S.G જ્વેલર્સની લૂંટનો ભેદ ઉકેલાયો, કુખ્યાત સોનુએ ઘડ્યો હતો ફિલ્મી પ્લાન, પોલીસને જણાવી કહાણી

News18 Gujarati
Updated: July 9, 2021, 6:18 PM IST
સુરત : કડોદરા S.G જ્વેલર્સની લૂંટનો ભેદ ઉકેલાયો, કુખ્યાત સોનુએ ઘડ્યો હતો ફિલ્મી પ્લાન, પોલીસને જણાવી કહાણી
કડોદરાના એસ.જી. જ્વેલર્સની પસંદગી કરવાનું કારણ પણ આરોપીઓએ જણાવ્યું

ગુલાબે લૂંટનો માલ સાચવી રાખ્યો હતો ત્યારે લૂંટારૂઓ લૂંટનો માલ વહેંચવા એકઠા થાય ત્યારે જ પોલીસ ત્રાટકી

  • Share this:
કેતન પટેલ, બારડોલી : સુરત જિલ્લાના (Surat) કડોદરા (Kadodara) ચાર રસ્તા નજીક આવેલ એસ.જી.જવેલર્સની (S.G Jewellers) દુકાનમાં ધોળે દિવસે લૂંટની (Loot) ઘટના બનવા પામી છે , જિલ્લામાં જાણે લૂંટારુઓને પોલીસનો બિલકુલ ભય ન રહ્યો હોય તેમ સીના- ચાંદીની (Gold-Silver) દુકાનમાં કામદારોને બંધક બનાવી લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV Video) સામે આવ્યા બાદ જિલ્લા પોલીસે ડોગ સ્ક્વોર્ડ અને એફ.એસ.એલ. ની મદદ પણ લીધી હતી.

સુરત જિલ્લાના કડોદરા ખાતે એસ જી જવેલર્સમાં થયેલી આ લૂંટનો ભેદ ઉકેલાયો હતો. ગણતરીના દિવસોમાં જ કડોદરા પોલીસે સુરત જિલ્લા એલ.સી.બી  તેમજ એસ.ઓ.જી સાથે મળી  ભેદ ઉકેલી 5 આરોપી ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 4.96 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ લૂંટનો આરોપી સોનુ યાદવ કુખ્યાત શખ્સ છે જેણે ફિલ્મી ઢબે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પકડાઈ ગયા બાદ સોનું પોલીસને સમગ્ર કહાણી જણાવી

બનાવની વિગતો એવી છે કે સુરત જિલ્લાના કડોદરા નજીક એસ.જી.જવેલર્સમાં ત્રણ દિવસ પહેલા વહેલી સવારે લૂંટારુંઓએ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને લૂંટારુઓ એ ગુજરાતી હિન્દી ભાષા બોલતા હોવાનું ભોગ બનનારે પોલીસને જણાવ્યું હતું.

લૂંટારુઓ 6 લાખથી વધુ સોનાના ઘરેણાં લૂંટી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો : મોરબી : જિંદગી અને મોતના દૃશ્યોનો કરૂણ Live Video, ટ્રેલર નીચે પટકાતા એકનું મોત, એકનો આબાદ બચાવ

આજે તાતીથૈયા ગામની સીમમાં આરોપીઓ લૂંટનો સમાન ભાગ પાડવા  ભેગા થવાની બાતમી પોલીસને મળી હતી. અને પોલીસે રેડ કરતા સ્થળ પરથી 4 આરોપી ની ધરપકડ કરી લેવાય હતી. જ્યારે અન્ય એક ને સુરતથી  ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે કડોદરા પોલીસે જિલ્લા એલ સી બી એસ ઓ જી સાથે તપાસ શરૂ કરી હતી. જેમાં મુખ્ય આરોપી યુપી નો સોનુ યાદવની કડી પોલીસ ને મળી હતી.


લૂંટ નું આયોજન પણ તમામ રીતે આયોજન બદ્ધ રીતે કર્યું હતું. અને તેઓ પરિસ્થિતિથી જાણકાર પણ હતા. પ્રથમ તેઓ એ કામરેજ તેમજ ચલઠાણના વિવિધ જ્વેલર્સની ની રેકી કરી હતી. જોકે ભીડભાડ અને સીસીટીવી વધુ હોય આખરે કડોદરા નજીક એસ.જી જવેલર્સ ને નિશાન બનાવવા નું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો : સુરત : બૂટલેગરના સરઘસનો Viral Video, 'રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા,' જામીન મળતા મચાવી ધમાલ

પોલીસ એ તમામ લૂંટારુઓની ધરપકડ કરતા તેઓનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધાર સોનુ યાદવ અગાઉ પણ તમંચા રાખવાના ગુના માં ઝડપાઇ ચુક્યો હતો અને જ્યારે પણ પૈસાની અછત વર્તાય ત્યારે લૂંટ ચોરી જેવા ગુનાને અંજામ આપતો હતો.પોલીસે હાલ  સ્થળ પર થી સોનુ યાદવ સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : મોટા ભાઈને મારવા આવેલા શખ્સોએ નાના ભાઈની કરપીણ હત્યા કરી, મોડી રાતે ખેલાયો ખૂની ખેલ

જ્યારે લૂંટનો મુદ્દામાલ સંતાડી રાખેલ ગુલાબ યાદવને સુરત શહેરથી ઝડપી લીધો હતો. આમ કુલ 5 આરોપીની ધરપકડ કરી મોબાઈલ ફોન , સોના ના ઘરેણાં મળી 4.96 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે બાતમીદારો સાથે સીસીટીવી ફૂટેજ પોલીસને ભેદ ઉકેલવામાં કારગત નીવડ્યા હતા.
Published by: Jay Mishra
First published: July 9, 2021, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading