સુરતના યુવાનને Facebook પર PM મોદી અને મમતા બેનર્જીનો ફોટો મુકી ભ્રામક લખાણ લખવું ભારે પડ્યું, નોંધાયો ગુનો


Updated: May 13, 2021, 4:17 PM IST
સુરતના યુવાનને Facebook પર PM મોદી અને મમતા બેનર્જીનો ફોટો મુકી ભ્રામક લખાણ લખવું ભારે પડ્યું, નોંધાયો ગુનો
પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયા ફેસબુકમાં આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીનો ફોટો અપલોડ કર્યો હતો.

  • Share this:
સુરત : સોશિયલ મીડિયા ફેસબુકમાં આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીનો ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટો સાથે કાર્યકરે આ ઇજ બેન છે જેને હરાવા આપડા રાજાશ્રીઍ લાખો બેનોના માથાના સીન્દુર ભુંસી નાંખ્યા તેમ કહી વડાપ્રધાનને ચુનાવજીવી ગણાવ્યા હતા. જેથી આખરે આ વાત સુરત સાયબર ક્રાઇમ પોલીસને ધ્યાને આવતા તેઓઍ આ મામલે ફેસબુક ઍકાઉન્ટ ધરાવનાર કાર્યકરની સામે ભ્રામક લખાણ કરવાનો અને કોઇપણ આધાર પુરાવા વગર વડાપ્રધાન વિશે ઍલફેલ લખાણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા ફેસબુકમાં લોકો પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે પરંતુ, ઘણી વાર આવા કેસોમાં પોલીસ ફરિયાદ પણ નોંધાતી હોય છે. આમ આદમી પાર્ટીમાં અગાઉ ઉપપ્રમુખ પદ પર રહી ચૂકેલા તથા હાલમાં આપમાં કાર્યકર તરીકે ફરજ બજાવતા સંજય ઉર્ફે સંજયતોરી લાલજીભાઇ ડાંગર મૂળ અમરેલીના કુંકાવાવ તોરી ગામનો વાતની છે અને હાલમાં સુરતમાં પુણાગામમાં પ્રમુખ પાર્ક સોસાયટી ઘર નંબર ૩૧૭માં પરિવાર સાથે રહે છે. સંજય બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

સંજયે ગત તારીખ ૧૦/૦૫/૨૦૨૧ના રોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં ઇન્ટરનેટ માધ્યમથી સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ ફેસબુક ઉપર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી તરફ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો મુક્યો હતો. બાદમાં આ ફોટો સાથે કોઇપણ જાતના આધારભૂત રેકર્ડ કે પ્રમાણિત માહિતી વગર ‘‘આ ઇજ બેન છે જેને હરાવા આપડા રાજાશ્રીઍ લાખો બેનોના માથાના સીન્દુર ભુસી નાંખીયા. ચુનાવજીવી’’ તેવું લખાણ કર્યું હતું.

આ પણ વાંચો - વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા CIA સ્ટાફના ASIને લોકોએ રંગેહાથ ઝડપ્યો, VIDEO કર્યો વાયરલ

આ વાત સાયબર ક્રાઇમ પોલીસને ધ્યાનમાં આવતા તેઓઍ આ મામલે સંજય સામે અતિશયોક્તિ ભરી ભ્રામક માહિતીનો પ્રસાર કરવાનો, કોઇપણ નાગરીક ભરમાઇને કે ગેરમાર્ગે દોરાઇને રાજ્ય વિરૂધ્ધ કે જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધનો ગુનો કરી બેસે તેવી પોસ્ટ કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: May 13, 2021, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading