સુરત : નંબર પ્લેટ વગરની કારને રોકતા, ડ્રાઈવરે પોલીસ સહીત TRBને ઉડાવવાનો કર્યો પ્રયાસ, ફિલ્મી ઢબે પોલીસે પકડ્યો


Updated: May 16, 2021, 4:33 PM IST
સુરત : નંબર પ્લેટ વગરની કારને રોકતા, ડ્રાઈવરે પોલીસ સહીત TRBને ઉડાવવાનો કર્યો પ્રયાસ, ફિલ્મી ઢબે પોલીસે પકડ્યો
પુણા પોલીસ સ્ટેશન

આ ગાડીને પકડી પાડવા માટે ટ્રાફિક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારના ચાલક અયાઝ ઈલ્યાસ શેખને પકડી પાડી પુણા પોલીસ સ્ટેશને લઈ આવ્યા

  • Share this:
નવી દિલ્હી : ઈદનો તહેવાર હોવાથી મિત્રની કાર લઈને ફરવા નીકળેલા યુવકને ટ્રાફિક પોલીસે પરવટ પાટિયા ઓવર બ્રિજ નીચે અટકાવવા જતા ચાલકે કાર પોલીસ અને ટીઆરબી પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આ કારણો પીછો કરીને કાર ચાલાકને લીંબાયત વિસ્તારમાંથી ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં જાણે લોકોને કાયદાનો ડર રહ્યો નથી તેમ સતત પોલીસ સાથે માથાકૂટ સાથે પોલીસ પર હુમલાની ઘટના સતત સામે આવી રહી છે, ત્યારે આજે સુરતના પોલીસ કર્મચારી અને ટ્રાફિક પોલીસ મદદ માટે તેનાત TRB જાનથી મારી નાખવાની એક ઘટના સામે આવી છે. સુરતના ટ્રાફિક પોલીસે પરવટ પાટિયા ઓવર બ્રિજ નીચે પોતાની ફરજ ના સ્થળ જાહર હતી ત્યારે ત્યાંથી એક કાર બેફામ પસાર થતી હતી. જોકે પોલીસે આ ગાડીને અટકાવવાનું કહેતાંની સાથે આ ગાડીના ચાલકે ત્યાં ફરજ પર હાજર એક પોલીસ કર્મચારી અને પોલીસની મદદ માટે તેનાત કરેલ TRB જવાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો - Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

આ ગાડીને પકડી પાડવા માટે ટ્રાફિક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારના ચાલક અયાઝ ઈલ્યાસ શેખને પકડી પાડી પુણા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે કાર બ્લેક કાચવાળી હોય અને નંબર પ્લેટ ન હોય જેના કારણે ટ્રાફિક પોલીસે અટકાવી હતી. કારના ચાલકે કાર ઊભી રાખવાને બદલે ટ્રાફિક પોલીસના એએસઆઈ અનુરાગ અને ટીઆરબી જવાન કિરણને ઉડાવી દેવાના ઈરાદે કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો.

આ પણ વાંચોસંબંધોનું ખુન! પોલીસ કોન્સ્ટેબલે પત્નીનું ગળુ કાપી નાખ્યું, 5 બાળકો પર કર્યો જીવલેણ હુમલો, પછી ટ્રેન નીચે કુદી કર્યો આપઘાત

પોલીસે પીછો કરી લિંબાયત કમરૂનગર પાસે કાર ચાલક પકડી પાડ્યો હતો. પોલીસે પકડતા કાર ચાલક અયાઝ શેખે પોલીસ સાથે ધક્કા મુક્કી કરી ધમકી આપી હતી. ટ્રાફિક પોલીસ આરોપી અયાઝને કારમાં બેસાડીને પોલીસ મથકે લઈ આવી હતી. ટ્રાફિક પોલીસના એએસઆઇ પોલીસમાં ફરિયાદ આપતા અયાઝ ઇલ્યાસ શેખ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. અયાઝ શેખના કોરોના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Published by: kiran mehta
First published: May 16, 2021, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading