સુરત : હદ કર દી! કંપનીમાં ભાડેથી ગાડી મુકવાને બહાને 354 ગાડીઓ સગે-વગે કરી દીધી


Updated: June 6, 2021, 6:02 PM IST
સુરત : હદ કર દી! કંપનીમાં ભાડેથી ગાડી મુકવાને બહાને 354 ગાડીઓ સગે-વગે કરી દીધી
સુરત ક્રાઈમ બ્રાન્ચ

કેતુલ પરમાર સામે ગુનો દાખલ, શરુઆતમાં ગાડી માલીકોને સમયસર ભાડુ આપ્યા બાદ બારોબાર ગાડીઓ સગેવગે કરી:-કેટલીક ગાડીઓના ખોટા દસ્તાવેજ બનાવ?

  • Share this:
સુરત : ટી.જી.સોલાર કંપનીમાં ભાડેથી ગાડી મુકવાને બહાને ૩૫૪ જેટલી ગાડીઓ લીધા બાદ ટ્રાવેલ્સના માલીકે તમામ ગાડીઓ બારોબાર સગેવગે કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યુ હતું. જોકે સતત ફરિયાદો બાદ આખરે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોલર કંપનીમાં ગાડી ભારે રાખીને બરોબર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યુ હતું. જોકે અહીંયા એક બે નહિ પણ 354 ગાડી વેચી નાખવાની વાત સામે આવતા આખરે આજે સુરતની ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સુરતના ભાઠેના ખાતે આવેલ અંબીકા ચોક ખાતે રહેતા અમરકુમાર વિરાભાઈ પટેલ મહાકાલ ટુર ઍન્ડ ટ્રાવેલ્સના નામે ભાગીદારીમાં ધંધો કરે છે.

અમરકુમારે ધંધાને લઈને જય ગોગા ટુર ઍન્ડ ટ્રાવેલ્સના કેતુલ પ્રવિણ પરમાર જે હાલમાં કામરેજ ખાતે રહે છે, તેમનો સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ ધંધાકીયા કામ માટે અવાર નવાર મળતા મિત્રતા થઈ હતી. દરમિયાન કેતુલ પરમારે ગત તા ૧૨ ઓક્ટોબરના રોજ ફોન કરી પરવટ પાટીયા પાસે મળવા માટે બોલાવ્યો હતો. ત્યાં કેતુલ પરમારે તેને ટી.જી.સોલાર પ્રા,લી ઝઘડીયા ગુજરાતની કંપનીનો કોન્ટ્રાકટ મળ્યો છે. અને કંપનીમાં ગાડી ભાડેથી મુકવાની છે, સારુ ભાડે મળશે હોવાનું કહ્નાં હતું.

આ પણ વાંચોરાજકોટ : વેપારીએ કર્યો આપઘાત, પરિવારે જણાવી વ્યથા - 'Tauktaeથી હસતો-ખેલતો માળો વિખેરાયો'

કેતુલ પરમારની વાતોમાં આવી અમરકુમારે પહેલા તેની ગાડીઓ મુકી હતી, જેનું સમયસર ભાડુ મળતા અમરકુમારને વિશ્વાસ આવ્યો હતો, ત્યારબાદ કેતુલ પરમારે બીજી ગાડીઓ તમારા ઓળખીતા કે સગા સંબંધીઓ ગાડી કંપનીમાં લગાવી હોય તો આપજો, ગાડીઓનું ભાડુ સારુ મળે છે. અમરકુમારે તેની ગાડીનું ભાડુ સમયસર મળતુ હોવાથી તેના હસ્તક અલગ અલગ કંપનીની ૧૪૨ અને અન્ય સગા તથા મિત્રોની ૧૧૨ ગાડીઓ આપી હતી.

આ પણ વાંચોરોટલી બનાવતી વખતે યુવતીનો સ્મિત આપતો Video જોઈ તમે પણ બોલી ઉઠશો, વાહ ક્યાં સ્માઇલ હૈ! કેતુલ પરમારે તમામને શરુઆતમાં ભાડુ આપ્યા બાદ ગાડીઓ બારોબાર સગેવગે કરી નાંખી હતી. તેમજ અમરકુમારના સાઢુ અને સાળીની ગાડીના બોગસ દસ્તાવેજ બનાવી બીજાના નામે પણ ટ્રાન્સફર કરી હતી. કેતુલ પરમારે ટી.જી.સોલાર કંપનીમાં ભાડેથી ગાડીઓ મુકવાને બહાને લીધા બાદ બારોબાર સગેવગે કરી નાંખતા ગાડી માલીકો દોડતા થયા હતા. બનાવ અંગે અમરકુમારે ફરિયાદ નોધાવતા ક્રાઈમ બ્રાન્ચે કેતુલ પરમાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: June 6, 2021, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading