સુરતમાં કાળજુ કંપી ઉઠે તેવી ઘટના: પુત્રવધુ દ્વારા લાચાર વૃદ્ધ સાસુને માર મારતા Videoથી ચકચાર, પોલીસ આવી મદદે


Updated: July 4, 2021, 12:26 AM IST
સુરતમાં કાળજુ કંપી ઉઠે તેવી ઘટના: પુત્રવધુ દ્વારા લાચાર વૃદ્ધ સાસુને માર મારતા Videoથી ચકચાર, પોલીસ આવી મદદે
વૃદ્ધ લાચાર સાસુ પર પુત્રવધુનો અત્યાચાર

ત્રણ ત્રણ દીકરા હોવા છતા વૃદ્ધ માતા વૃદ્ધાશ્રમમાં રહેવા લાચાર બન્યા. પુત્રવધૂ બાલ્કનીમાં ગોંધી રાખી માર મારતી, પોલીસે પુત્રની જેમ ફરજ નિભાવી વૃદ્ધાને પુત્રો અને પુત્રવધૂના અત્યાચારથી મુક્તિ અપાવી

  • Share this:
સુરત : ભલ ભલાનું કાળજુ કંપી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં પુત્રવધૂ દ્વારા વૃદ્ધ સાસુને માર મારતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. શહેરના વરાછા વિસ્તારમાં વૃદ્ધા પર થઈ રહેલો અત્યાચાર પોલીસના ધ્યાને આવતા પોલીસે માનવાતા મહેકાવી વૃદ્ધાને સારૂ જીવન મળે તે માટે ઉમદા કાર્ય કર્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વહું સાસુને નિર્દયતાથી માર મારે છે. આ અત્યાચારનો વીડિયો વાયરલ થતા લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વરાછા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને પુત્રવધૂ દ્વારા માર મારવામાં આવતો હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તત્કાલીન ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાને અત્યાચારી ભર્યા જીવનમાંથી મુક્ત કરાવી વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. પૂત્રવધૂ સાસુને ફ્લેટની ગેલરીમાં ગોંધી રાખી માર મારતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલમાં પોલીસે વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં મોકલી માનવાતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, વૃદ્ધ મહિલા કાંતાબેન સોલંકી વરાછા વિસ્તારના કમલાપાર્કમાં રહેતા પોતાના પુત્રને ત્યાં લગભગ 6 મહિનાથી રહેતા હતા. કાંતાબેનને ત્રણ પુત્ર છે, પરંતુ ત્રણે પુત્ર વારા ફરથી વૃદ્ધ માતાને રાખતા હતા. પરંતુ થોડા સમયથી બે પુત્રોએ માતાને રાખવાની ના પાડી દેતા કમલાપાર્કમાં રહેતા પુત્રના ઘરે છેલ્લા છ મહિનાથી રહેતા હતા. વૃદ્ધા ઉંમરના કારણે શારીરિક અને માનસિક અસ્વસ્થ હોવાથી પોતાની રોજિંદી ક્રિયા જાતે કરી શકતા ન હતા, જેને પગલે પુત્રવધૂ તેમના પર અત્યાચાર કરી તેમને ફ્લેટની બાલ્કનીમાં જ ગોંધી રાખતી હતી, અને અવાર નવાર નિર્દયતાથી માર પણ મારતી હતી. આ ઘટનાનો કોઈ પાડોશી દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે હવે વાયરલ થયો છે.પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે તુરંત કાર્યવાહી કરી વૃદ્ધાની મદદ માટે પહોંચી હતી. પોલીસે વૃદ્ધાની મદદ માટે આગળ આવી એક વૃદ્ધાશ્રમનો સંપર્ક કરી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં આસરો આપવાની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરતા વૃદ્ધાએ તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની ના પાડતા પોલીસે તેમની પાસે બાંહેધરી લઈ વૃદ્ધાને વૃદ્ધાશ્રમ મોકલી આપ્યા છે.

વૃદ્ધાએ પોલીસને જણાવ્યું કે, તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે. તેઓ પહેલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામમાં પોતાના વતનમાં જ રહેતા હતા. પરંતુ પતિના અવસાન બાદ તેઓ પુત્રો પાસે રહેવા આવી ગયા હતા. ત્રણે પુત્ર વારા ફરથી એક-એક મહિનો તેમને રાખતા હતા. થોડા સમય બાદ બે પુત્રોએ માતાને રાખવાની ના પાડી દીધી, જેથી વરાછા રહેતા પુત્ર ભરતના ઘરે છેલ્લા 6 મહિનાથી રહેતા હતા. પરંતુ રોજ સેવા ચાકરી કરવી પુત્રવધૂને ગમતુ ના હોવાથી તે માર મારી અત્યાચાર કરતી હતી. પોલીસે વૃદ્ધ લાચાર માતાને દીકરાની જેમ સહારો આપી અમરોલીના વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી છે.
Published by: kiran mehta
First published: July 4, 2021, 12:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading