સુરત : અડાજણ PCR અકસ્માતનો CCTV Video, ત્રણ પલટી મારી બુલેટ સાથે ધડાકાભેર અથડાઈ


Updated: July 16, 2021, 1:26 PM IST
સુરત : અડાજણ PCR અકસ્માતનો CCTV Video, ત્રણ પલટી મારી બુલેટ સાથે ધડાકાભેર અથડાઈ
અડાજણમાં પીસીઆર વાનને ત્રણ પલટી મરાવી દેનારા ડ્રાઇવર પર ગુનો દાખલ થયો

Surat PCR Accident Video : સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસની પીસીઆર વાનનો અકસ્માત સર્જનાર ડ્રાઇવર સામે ગુનો, જુઓ સીસીટીવી વીડિયો

  • Share this:
સુરત: શહેરના (Surat) અડાજણ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી જીપનો ડ્રાઈવરે મોડી રાત્રે પાટા ઉપર ગાડી ચડી જતા ત્રણ પલટી મારતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. બુલેટ ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, પીસીઆર વાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જ્યારે બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રોની વાત માનીએ તો, ગાડીનો ડ્રાઈવર કે, જે
outlawsનો કોન્ટ્રાક્ટ બેઝનો  છે અને મોટા ભાગે દારૂના નશામાં હોવાની વિગતો પણ સામે આવી રહી છે.  જ્યારે બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રોની વાત માનીએ તો, ગાડીનો ડ્રાઈવર કે, જે outlawsનો કોન્ટ્રાક્ટ બેઝનો  છે તેની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઘટના સીસીટીવી (Adajan PCR Accident CCTV)  દૃશ્યો સામે આવ્યા છે જેના બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરના (Surat) અડાજણ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી જીપનો ડ્રાઈવરે મોડી રાત્રે પાટા ઉપર ગાડી ચડી જતા ત્રણ પલટી મારતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. બુલેટ ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, પીસીઆર વાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

સુરતમાં કાયદાની સ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો પોલીસ કર્યા વગર ગુનો દાખલ કરી નાખતી હોય છે પરંતુ જો કોઈ પોલીસ કર્મચારી ગુનો કરે તો તેના પર કડક કાર્યવાહી ન થતી હોવાના સવાલ ઊભા થતા હોય છે. તેવામાં ગઈકાલે રાત્રે સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ગૌરવ પથ રોડ ઉપર અચાનક પર ચડી ગયા બાદ ત્રણ પલટી મારી ગઇ હતી.

આ પણ વાંચો : સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા

જોકે, આ પીસીઆર પલટી મારતાની સાથે જ બુલેટ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં બુલેટ ચાલકને ગંભીર ઈજા પહોંચાડી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખાસ કરીને પોલીસની આ ગાડી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો ડ્રાઇવર ચલાવતો હતો જોકે આ ડ્રાઇવર દારૂના નશામાં હોવાની વાતો સામે આવી હતી પણ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો નહોતો.


પણ જે રીતે પોલીસ ડ્રાઇવરની બેદરકારી સામે આવતાની સાથે જ પોલીસે પોતાના બચાવ માટે ગુનો દાખલ કર્યો પણ આ કોન્ટ્રાક્ટ બેઝના ડ્રાઈવરની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. આ સમગ્ર ઘટનામાં સવાલો એ પ્રકારના ઊભા થયા છે કે ડ્રાઈવર દારૂના નશામાં હતો કે નહીં તે મામલે પોલીસ કેમ તપાસ કરતી નથી.

આ પણ વાંચો : વડોદરા : હાર્ટ એટેકનો Live Video,બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યા, મંદિરમાં જ થયું મોત

જોકે કોન્ટ્રાક્ટ બેઝના યોગેશ દારૂ પીવા માટે જાણીતો છે અને લોકોના તોડ કરવા માટે પણ જાણીતો છે તો તેના પર કાર્યવાહી કેમ નહીં? સમગ્ર ઘટનામાં પોલીસ સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી હતી પણ સીસીટીવી સામે આવતા આખરે પોલીસે ગુનો દાખલ કર્યો છે પણ કોઈ કાર્યવાહી ન કરતાં તેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે
Published by: Jay Mishra
First published: July 16, 2021, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading