સુરતમાં અસામાજિક તત્વો બેલગામ: VIP રોડ પર યુવકને જાહેરમાં જ ડંડાથી ફટકાર્યો


Updated: July 12, 2021, 2:17 PM IST
સુરતમાં અસામાજિક તત્વો બેલગામ: VIP રોડ પર યુવકને જાહેરમાં જ ડંડાથી ફટકાર્યો
યુવક પર ડંડાથી હુમલો.

ત્રણ યુવાનો લાકડી અને ડંડો લઈને યુવક પર ફરી વળ્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય યુવકોની અટકાયત કરી.

  • Share this:
સુરત: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે તો અસામાજિક તત્વો લોકોને જાહેરમાં ફટકારી રહ્યા હોય તેવા વીડિયો પણ વહેતા થઈ રહ્યા છે. હવે વધુ એક આવો એક વીડિયો વાયરલ (Viral video) થતાં પોલીસ દોડતી થઇ હતી. સુરતના પોશ વિસ્તારમાં બાંકડા પર બેઠેલા એક યુવકને ત્રણ યુવકોએ લાકડાના ફટકા વડે માર માર્યો (Man beaten with stick) હતો. આ દરમિયાન રસ્તામાંથી પસાર અસંખ્ય લોકો આ તમાશો જોઈ રહ્યા હતા. એક પણ વ્યક્તિ આ યુવકને બચાવવા આગળ આવી ન હતી. આ વીડિયો વાયરલ થતા જ પોલીસ (Surat police) દોડતી થઇ હતી અને ગણતરીની મિનિટોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુરતમાં કાયદાની પરિસ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે. તેની પાછળ પોલીસ જ જવાબદાર છે. જે રીતે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે તેને લઈને લોકો પરેશાન થઇ ગયા છે. આવા લોકો પર પોલીસ કડક કાર્યવાહી નથી કરતી. જેને લઈને આવા તત્વો પછી બેફામ બની જતા હોય છે. સુરતમાં અસામાજિક તત્વોના આતંકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો: બાબુઓની ગોસિપ: આજકાલમાં 75 IPSની બદલી, સાઇડ પોસ્ટિંગ ભોગવી રહેલા અધિકારીઓનું પાવરફૂલ લોબિંગ 

સુરતનાં VIP રોડ ઉપર બાંકડા પર જીતુ નાયક નામનો યુવક બેઠો હતો. આ દરમિયાન ત્રણ જેટલા ઈસમો આવ્યા હતા અને જોતજોતામાં જીતુ નાયકને લાકડી વડે ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. રસ્તા પરથી પસાર થતા અનેક લોકો આ તમાશો જોઈ રહ્યા હતા. લોકો મૂકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા પરંતુ કોઈ પણ જીતુ નાયકને બચાવવા વચ્ચે પડ્યું ન હતું. જોકે, સ્થાનિક લોકોએ આ અસામાજિક તત્વોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ જરૂર કર્યો હતો. બીજી બાજુ આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરી હતી. ત્રણ ઈસમોએ લાકડીના ફટકા માર્યા બાદ પીડિત જીતુ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં બે પોલીસ કોન્સ્ટેબલે દુકાનદારને માર્યો ઢોર માર, બનાવ સીસીટીવીમાં કેદ

આ પણ વાંચો: વિજય રૂપાણીએ ચાર વાગ્યે બ્રિજનું લોકાર્પણ કર્યું અને કલાકમાં જ સુરતીઓ તેને પિકનિક પોઇન્ટ બનાવી દીધો

આ સમગ્ર ડ્રામા ચાલી રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવક પર હુમલો કરનારા ત્રણ યુવાનોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ તપાસમાં યુવક સાથે જૂના ઝઘડાની અદાવતને લઈને ત્રણ ઈસમોએ તેને માર માર્યાનું ખુલ્યું હતું. આ મામલામાં પોલીસે જય અને મિલન નામના બે વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: July 12, 2021, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading