Ind vs Eng: જાડેજા થશે ચોથી ટેસ્ટમાંથી આઉટ! આ દિગ્ગજ ખેલાડીએ ભારતને આપી 2 બદલાવની સલાહ

News18 Gujarati
Updated: August 29, 2021, 4:04 PM IST
Ind vs Eng: જાડેજા થશે ચોથી ટેસ્ટમાંથી આઉટ! આ દિગ્ગજ ખેલાડીએ ભારતને આપી 2 બદલાવની સલાહ
ચોથી ટેસ્ટમાં આર અશ્વિનને સ્થાન મળી શકે છે. તસવીર- PTI

India vs England: વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે ત્યારે ત્રીજી ટેસ્ટમાં ભારતનો એક ઈનિંગ અને 76 રનથી હારી ગઈ હતી.

  • Share this:
નવી દિલ્લી: વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે ત્યારે ત્રીજી ટેસ્ટમાં ભારત (India)નો એક ઈનિંગ અને 76 રનથી હારી ગઈ હતી. અને હવે 5 ટેસ્ટ મેચની સીરીઝમાં 1-1 થી બરાબર છે. બંન્ને ટીમો વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ( 4th test match Ind vs eng) ઓવલમાં રમાશે. આ પહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયા સ્પિનર બ્રેડ હોગે (brad hogg) ભારતીય ટીમમાં બે બદલાવ કરવાની સલાહ આપી છે. હોગે તેની યુટ્યુબ ચેનલ પર શેર કરેલા એક વીડિયોમાં ફેન્સના જવાબ આપતા સમયે આ એક યુઝર્સને કહ્યું હતું કે, ચોથી મેચમાં આર અશ્લિન (R Ashwin) અને શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) ના ચાન્સ મળી શકે છે.

સાતમાં નંબર પર અશ્વિન બેટિંગ કરી શકે છે

આ સવાલના જવબ પર હૉગે કહ્યું કે રવિન્દ્ર જાડેજા પ્રદર્શનને કારણે નહિ પરંતુ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ શકે છે. કારણ કે તેના ધૂંટણના ભાગે થોડી ઈજા થઈ છે. જાડેજાના ઘૂંટણના ભાગે થોડી ઈજા થતા કેપ્ટન કોહલી અને ટીમ મેનેજમેન્ટ જાડેજાને ચોથી ટેસ્ટમાં ચાન્સ આપે છે કે નહિ તેના પર સૌની નજર રહેશે.

ચોથી ટેસ્ટ મેચ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. હોગને લાગે છે કે, આર અશ્વિન રવિન્દ્ર જાડેજાની જગ્યા લેશે. તેમના મતે, અશ્વિન 7માં નંબર પર પણ બેટિંગ કરી શકે છે અને શાર્દુલ ઠાકુર 8માં નંબર પર આવી શકે છે. આ બંને ખેલાડીઓ જાડેજાની જગ્યા ભરી શકે છે. તેણે કહ્યું કે, શાર્દુલ પણ વધુ સ્વિંગ કરી શકે છે અને અશ્વિન પણ બોલને ટર્ન અને બાઉન્સ કરાવી શકે છે.

મહત્વનું છે કે, રવિન્દ્ર જાડેજાને લીડ્સ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી. જે બાદ તે થોડો સમય મેદાનની બહાર પણ રહ્યો હતો. જોકે, રમતના ચોથા દિવસે તે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 25 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ભાવિના પટેલને PM મોદીએ શુભેચ્છા પાઠવી, કહ્યુ- ‘તેમની જીવન સફર પ્રેરણાત્મક’જ્યારે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો ત્યારે વિકેટ પત્તાના પેકની જેમ તૂટી રહી હતી, તેથી તેણે ઝડપી બેટિંગ કરવાનું પસંદ કર્યું. જાડેજાએ લીડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બે વિકેટ પણ લીધી હતી. તેણે હસીબ હમીદ અને મોઈન અલીની વિકેટ લીધી.
Published by: kuldipsinh barot
First published: August 29, 2021, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading