માલદીવના બારમાં ડેવિડ વોર્નર અને માઇકલ સ્લેટરની વચ્ચે મારામારી , બંન્ને દિગ્ગજોએ કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: May 9, 2021, 6:22 PM IST
માલદીવના બારમાં ડેવિડ વોર્નર અને માઇકલ સ્લેટરની વચ્ચે મારામારી , બંન્ને દિગ્ગજોએ કર્યો ખુલાસો

  • Share this:
નવી દિલ્લી: આઇપીએલ 2021સ્થગિત કરવામાં આવતા મોટા ભાગના વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પાછા પહોંચી ગયા છે. પરંતુ ઓસ્ટ્રેલીયા દ્વારા પ્રવાસ પરના પ્રતિબંધને કારણે તેમના દેશના ખેલાડીઓ કોચ અને કોમેન્ટેટર પાછા વતન પહોંચી શક્યા નથી અને કોરોન્ટાઇન નિયમો દૂર થવાની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે એક રીપોર્ટ સામે આવ્યો છે કે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, માલદીવમાં એક બારમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને કોમેન્ટેટર સ્લેટર વચ્ચે મારામારી થઇ હતી આ રીપોર્ટ સામે આવ્યા બાદ બંન્નેએ આ અંગે ખુલાસો કર્યો હતો અને બંન્ને વચ્ચે મારામારી થવાની વાતનો ઈનકાર કર્યો હતો.

વોર્નરે પણ સ્વચ્છતા આપવામાં મોડું ન કર્યું અને તેમણે એમ પણ કહ્યું કે અમારી વચ્ચે આવો કોઈ વિવાદ થયો નથી. હું જાણતો નથી કે તમે બધા આટલું લખો છો. તે પણ જ્યારે તમે અહીં જાતે હાજર ન હોવ. તમે કશું જોયું નથી આવી સ્થિતિમાં, જ્યારે કોઈ ખાતરીપૂર્વકના પુરાવા નથી, તો તમે કંઈપણ લખી શકતા નથી.

આ પણ વાંચો:  IPL 2021: સપ્ટેમ્બરમાં થઇ શકે છે આઇપીએલની બાકીની મેચો. BCCIએ આપ્યા સંકેત

વોર્નર અને સ્લેટર વચ્ચેની મિત્રતા જૂની છે. આ બંનેએ સાથે મળીને સ્કાય સ્પોર્ટ્સ રેડિયો અને ચેનલ 9 માટે અનેક કાર્યક્રમો કર્યા છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસનની ટીકાને કારણે સ્લેટર સતત ચર્ચામાં રહે છે. સ્લેટર તાજેતરમાં પ્રવાસ પ્રતિબંધ માટે વડા પ્રધાન મોરીસનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે. તેમના દેશના વડા પ્રધાનને તેમના લોકોની કોઈ પરવા નથી. જો કે વડા પ્રધાને તેમના નિવેદનની નિંદા કરતા કહ્યું કે ઓસ્ટ્રેલિયન સરકારની પ્રાથમિકતા તેના નાગરિકોનું રક્ષણ છે.

આઈપીએલ મોકૂફ રાખવામાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના 38 ખેલાડીઓ, કોચ, અધિકારીઓ અને કમેંટેટર્સ હાલમાં માલદીવમાં ક્વોરેંટાઇન્ડ છે. તે બધા ગુરુવારે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અહીં પહોંચ્યા હતા. તેઓને અહીં બે અઠવાડિયા રોકાવું પડી શકે છે. કારણ કે ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારત તરફથી આવતી ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે.
Published by: kuldipsinh barot
First published: May 9, 2021, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading