IND VS SL: ભારત સામેની વન-ડે માટે શ્રીલંકન ટીમની જાહેરાત, જુઓ કોને મળ્યું સ્થાન

News18 Gujarati
Updated: July 16, 2021, 7:33 PM IST
IND VS SL: ભારત સામેની વન-ડે માટે શ્રીલંકન ટીમની જાહેરાત, જુઓ કોને મળ્યું સ્થાન
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણી (India vs Sri Lanka ODI Series) 18 જુલાઈથી શરૂ થશે. ટી 20 સીરીઝ 25 જુલાઈથી શરૂ થશે. યજમાન ટીમે વનડે-ટી -20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણી (India vs Sri Lanka ODI Series) 18 જુલાઈથી શરૂ થશે. ટી 20 સીરીઝ 25 જુલાઈથી શરૂ થશે. યજમાન ટીમે વનડે-ટી -20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્હી: શ્રીલંકા (India vs Sri Lanka)એ ભારત વિરુદ્ધ 3 મેચની વનડે અને ટી 20 સિરીઝ માટે તેની ટીમની ઘોષણા કરી છે. મોટો સમાચાર એ છે કે, ઓપનર કુસલ પરેરા(Kusal Perera) વનડે અને ટી 20 સિરીઝ નહીં રમે અને દાસુન શનાકા ટીમનો કેપ્ટન રહેશે. ધનંજય ડી સિલ્વાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. શ્રીલંકાની ટીમનો (Sri Lanka squad announced)ઝડપી બોલર બિનુરા ફર્નાન્ડો પણ વન ડે સિરીઝમાં નહીં રમે. ઈજાને કારણે તે ફક્ત ટી -20 શ્રેણી માટે જ ઉપલબ્ધ રહેશે. મહત્વનું છે કે, બિનુરા ફર્નાન્ડોની ઉંચાઈ 6 ફુટ 7 ઇંચ છે, તેના બાઉન્સસર ઘણીવાર બેટ્સમેનને પજવે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી 18 જુલાઈથી શરૂ થશે. ટી 20 સીરીઝ 25 જુલાઈથી શરૂ થશે.

શ્રીલંકાની વનડે ટી 20 ટીમમાં: દાસુન શનાકા (કેપ્ટન), ધનંજાયા ડી સિલ્વા (વાઇસ-કેપ્ટન), અવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, પથુમ નિસાંક, ચરીટ અસલાન્કા, વાનેન્દુ હસારંગા, એચેલે બંદારા, મિનોદ ભાનુકા, લહિરુ ઉદારા, રમેશ મેન્ડિસ, ચામિકા કરુનારાત્ને , બિનુરા ફર્નાન્ડો (વન ડે સિરીઝમાંથી બહાર), દુશ્મંતા ચમિરા, લક્ષ્મણ સંદકન, અકિલા ધનંજાયા, શિરન ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, ધનંજય લક્ષ્મણ, ઇશાન જયરત્ને, પ્રવીમ જયવિક્રમા, કાસુન રજિતા, લહિરુ કુમારા અને ઇસુ ઉદાના.

આ પણ વાંચો: T20 World Cupમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે, બંનેનો એક જ ગ્રૂપમાં સમાવેશ

ભારતની વનડે અને ટી 20 ટીમ - શિખર ધવન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), પૃથ્વી શો, દેવદત્ત પદિકલ, સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન, સંજુ સેમસન, રાહુલ ચહર, યુઝવેન્દ્ર ચહલ, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દીપક ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા.

આ પણ વાંચો: 3 મહિના બાદ શ્રેયસ ઐયરે શરૂ કરી પ્રેક્ટિસ, DCએ શેર કર્યો વીડિયો

શ્રીલંકામાં ભારતનો જોરદાર રેકોર્ડઆંકડાઓની વાત કરીએ તો ભારતીય ટીમે શ્રીલંકા પર સતત પ્રભુત્વ જમાવ્યું છે. શ્રીલંકા સામેની 18 વન ડે સિરીઝમાંથી ભારતે 13માં જીત મેળવી છે. શ્રીલંકાની ટીમે છેલ્લે 1997માં ભારતને વનડે સિરીઝમાં પરાજય આપ્યો હતો. મતલબ કે, 24 વર્ષથી ભારત શ્રીલંકા સામે એક વનડે શ્રેણી હાર્યું નથી. છેલ્લા પાંચ વર્ષમાં ભારતે શ્રીલંકાને 10 માંથી 8 મેચોમાં પરાજય આપ્યો છે.
Published by: kuldipsinh barot
First published: July 16, 2021, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading