શિખર ધવને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, લોકોને પણ કરી અપીલ

News18 Gujarati
Updated: May 6, 2021, 6:50 PM IST
શિખર ધવને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, લોકોને પણ કરી અપીલ

  • Share this:
નવી દિલ્લી: ભારતીય ઓપનર શિખર ધવન (Shikhar Dhawan)ને આઇપીએલની 14મી સિઝન રદ થયા બાદ કોવિડ-19 થી બચાવ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. તેણે ગુરુવારે સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરી જેમાં તે વેક્સિન લઇ રહ્યો છે. શિખરે અન્ય લોકોને પણ વહેલી તકે રસી અપાવવાની અપીલ કરી હતી. 1 મેથી, કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસી લાગુ કરવાનું શરૂ કર્યું છે. શિખર ધવન હાલની ભારતીય ટીમના ક્રિકેટરોમાં કોરોના સામે સંરક્ષણ રૂપે રસી લગાડનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

દિલ્હીમાં રહેતા-35 વર્ષીય ધવને ફોટો સાથે લખ્યું, વેક્સિન લગાવી લીધી છે. દેશના તમામ ફ્રન્ટ લાઇન યોદ્ધાઓએ આપેલા સમર્પણ માટે તેમનો આભાર માની શકુ તેમ નથી, મહેરબાની કરીને સંકોચ વિના વેક્સિન લગાવો જે વાયરસ સામે લડવામાં આપણી મદદ કરશે.આઇપીએલ 2021 સ્થગિત થયા બાદ મોટા ભાગના ક્રિકેટરો પોતાના ધરે પહોંચી ગયા છે. આ સિઝનમાં આઇપીએલની 29 મેચ રમાયા બાદ કોરોના વાયરસને કારણે બીસીસીઆઇએ તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. કેટલાક ખેલાડીઓની સાથે જ ટીમના સભ્યોને કોરોના વાયરસ પોઝિટીવ આવતા લીગને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ધવને સિઝન સ્થગિત થયા પહેલા હાલની સિઝનમાં દિલ્લી કેપિટલ્સ સામેથી ઓપનિંગ કરતા 8 મેચમાં કુલ 380 રન બનાવ્યા હતા. જેમાં 3 ફિફ્ટીનો સામવેશ થાય છે. તેણે આઇપીએલ કરિયરમાં 184 મેચ રમી છે અને કુલ 5577 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 44 અડધી સદીનો સમાવેશ થાય છે. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 127ની હતી.
Published by: kuldipsinh barot
First published: May 6, 2021, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading