રાશિદ ખાનના આલિશાન ઘરને જોઈ મહિલા ક્રિકેટરે પૂછ્યું, મહેલ છે કે શું? બ્રાવોએ કહ્યું હોટલ લાગે છે

News18 Gujarati
Updated: May 9, 2021, 7:08 PM IST
રાશિદ ખાનના આલિશાન ઘરને જોઈ મહિલા ક્રિકેટરે પૂછ્યું, મહેલ છે કે શું? બ્રાવોએ કહ્યું હોટલ લાગે છે

  • Share this:
નવી દિલ્લી: અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન (Rashid Khan) આઈપીએલ 2021 સ્થગિત થયા બાદ ઘરે પહોંચ્યો છે. રાશિદે તેના આલીશાન ઘરની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેનો જોતા લોકોમાં હેરાન થઇ ગયા હતા. આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર સ્પિનરે શનિવારે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ઘરની તસવીર શેર કરી હતી. જે તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેનું કારણ તેનું આલીશાન ઘર છે જેને જોતા લોકોએ તેને સવાલ કર્યો હતો કે આ મહેલ છે કે કોઇ હોટલ.

રાશિદ ખાને કેપ્શન આપતા લખ્યું હતું, જુમ્મા મુબારક ઘરે રહો સુરક્ષિત રહો. રાશિદની આ તસવીર પર વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાવોએ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડૈનિયલ વૉટએ પણ કમેન્ટ કરી હતી,


View this post on Instagram


A post shared by Rashid Khan (@rashid.khan19)


ડૈનિયલ (Danielle Wyatt)એ આ અંગે કમેન્ટ કરતા લખ્યું કે, શું મહેલ છે, આ સાથે તેને આગની ઈમોજી પણ કમેન્ટમાં પોસ્ટ કરી હતી. રાશિદની આ તસવીર પર અનેક ક્રિકેટર ફેન્સ દ્વારા કમેન્ટ કરવામાં આવી રહી છે અને તેના આલીશાન ધરના વખાણ કરવામાં આવી રહ્યા છે.

dwayne bravo daniell

કોરોના વાયરસને કારણે 29 મેચ બાદ આઈપીએલની 14 મી સીઝન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. રાશિદે 7 મેચ રમી હતી અને કુલ 17 વિકેટ લીધી હતી. તે આ લીગમાં 2017 થી રમી રહ્યો છે અને તેની અત્યાર સુધીમાં 69 મેચોમાં 85 વિકેટ છે.
Published by: kuldipsinh barot
First published: May 9, 2021, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading