Virat Kohli Quits: વિરાટે T-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ નવા કેપ્ટનની રેસમાં કેમ સૌથી આગળ છે Rohit Sharma?


Updated: September 17, 2021, 2:17 PM IST
Virat Kohli Quits: વિરાટે T-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ નવા કેપ્ટનની રેસમાં કેમ સૌથી આગળ છે Rohit Sharma?
આ કારણે રોહિત શર્મા બની શકે છે ટી-20 ટીમનો કેપ્ટન (ફાઇલ તસવીર)

Virat Kohliના નિવેદનમાં શર્માનો ઉલ્લેખ આ વાત પર સીધો ઇશારો કરે છે કે, કેપ્ટનશીપ Rohit Sharmaને મળી શકે છે

  • Share this:
નવી દિલ્હી. વર્લ્ડ કપ બાદ T20 કેપ્ટનશીપ (T20I captaincy) છોડવાના વિરાટ કોહલીના (Virat Kohli) નિર્ણયથી ઘણા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. જોકે BCCIના ઉચ્ચ અધિકારીઓએ મીડિયા અહેવાલોનું ખંડન કર્યુ છે. જોકે વિરાટ કોહલીએ પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર અફવાઓને સાફ કરી વર્ક લોડ મેનેજમેન્ટનો હવાલો આપી શોર્ટ ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. જોકે વિરાટના આ નિર્ણય બાદ રોહિત શર્મા (Rohit Sharma) માટે કેપ્ટન બનવાનો રસ્તો ખુલી જશે, તેવું કહેવામાં આવી રહ્યું છે. કોહલીના નિવેદનમાં શર્માનો ઉલ્લેખ આ વાત પર સીધો ઇશારો કરે છે કે, કેપ્ટનશીપ રોહિત શર્માને મળી શકે છે.

ભારતીય ટીમમાં (Indian Cricket Team) કેપ્ટનશીપ માટે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધા તેજ બની છે અને તે જ કારણ છે કે શર્મા વારંવાર સાબિત કરી રહ્યો છે કે તે આ રોલ માટે બેસ્ટ છે. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ઘણી વાર કેપ્ટન તરીકે રહ્યો છે. ખાસ કરીને રોહિત શર્માના ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (Indian Premier League) મુંબઈ ઇન્ડિયન્સને (Mumbai Indians_ પાંચ ટ્રોફી અપવાવવાના શાનદાર રેકોર્ડ જોઈને તેને કેપ્ટન બનાવવાની અટકળો વધુ તેજ બની રહી હતી. તો બીજી તરફ કોહલીનો કેપ્ટન તરીકે 45 મેચોમાં 27 જીત સાથેનો એક શાનદાર રેકોર્ડ છે અને આ દરમિયાન તેમની બેટિંગને જરા પણ અસર પહોંચી નથી.

T20Iમાં સદી ફટકારનાર એક માત્ર કેપ્ટન રોહિત


જોકે, રોહિત શર્માએ પોતાના કેપ્ટનશીપ કરિયરની શરૂઆત 4 જીત સાથે કરી હતી. જે અન્ય કોઇ ભારતીય કેપ્ટન કરી શક્યો નથી અને એક કેપ્ટન તરીકે T20Iમાં સદી ફટકારનાર એક માત્ર ભારતીય બન્યો હતો. રોહિતે T20Iમાં 19 વખત ભારતનું નેતૃત્વ કર્યુ છે અને કુલ 78.94 ટકા જીત સાથે કુલ 15 મેચ જીત્યો છે અને તેણે 19 મેચોમાં સાત અડધી સદી અને બે સદીઓ ફટકારી છે.

રોહિતે 41.88ની સરેરાશ સાથે 712 રન બનાવ્યા છે અને કેપ્ટન તરીકે પોતાના શરૂઆતી સમય દરમિયાન રોહિત શર્મા પાસે 2018માં નિદાહસ ટ્રોફી છે.જ્યારે 2021 T20 વર્લ્ડ કપ વિરાટ કોહલીને પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરવાનો અવસર આપી રહ્યો છે અને તેની પૂર્ણાહૂતિ બાદ બની શકે છે કે તેની પાસે પોતાના નામે દાવો કરવા માટે એક ટ્રોફી હોય. જેમ કે, વિરાટે પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે તેને ODI અને ટેસ્ટમાં ભારતીય ટીમનું (Team India) નેતૃત્વ કરવા માટે થોડો સમય જોઇએ છે, તો સ્પષ્ટ છે કે તે અન્ય વસ્તુઓની સાપેક્ષે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. સામાન્ય રીતે ભારત કોહલી પર કેપ્ટનશીપનું દબાણ ન વધે તે માટે વધુ T20માં ભાગ લેતું નથી.

આ પણ વાંચો, Virat Kohliએ રાજીનામું આપીને પણ BCCI સમક્ષ ઊભો કર્યો મોટો સવાલ, ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાથી લેવો પડશે આ બોધપાઠ

પરંતુ ICCમાં કોહલીના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખી શર્માને અવસર આપવો સ્વાભાવિક છે અને કોહલીએ પણ કહ્યું કે તે ટેસ્ટ અને ODI ટીમનું નેતૃત્વ કરશે. 2023માં વનડે વર્લ્ડ કપમાં આપણે કોહલીને માત્ર બેટ્સમેન તરીકે રમતો જોઇ શકીએ તેવી સંભાવનાઓ છે.

આ કારણે શર્મા બની શકે છે કેપ્ટન

જોકે, આ તમામ અટકળો વચ્ચે રોહિત શર્મા કેપ્ટન (Rohit Sharma may become Team India Captain) બની શકે છે. તે માટે સૌથી મજબૂત પાસું છે કે તે હંમેશા IPLમાં સફળ કેપ્ટન સાબિત થયો છે, જ્યારે કોહલી માટે સ્થિતિ થોડી વિપરિત છે. રોહિત શર્મા IPLના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. રોહિતે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી હતી. તેણે 2013માં હરભજનસિંહ પાસેથી ટીમની કમાન સંભાળી હતી અને ઈડન ગાર્ડન્સ ખાતે ફાઇનલમાં CSKને 23 રને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ માટે જીત મેળવી હતી. વર્ષ 2013થી 2020 સુધી રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ટાઈટલ જીતાડ્યુ છે અને 8 એડિશનમાં 6 વખત પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો છે.

આ પણ જુઓ, Viral Video: ક્રિકેટના મેદાન પર Funny Moments, કૂતરું બોલ લઈને ભાગતાં થઈ દોડાદોડ

IPLમાં RCB માટે કોહલીના સામાન્ય રેકોર્ડ સાથે રોહિતના ઉચ્ચત રેકોર્ડની તુલના કરી જાણી શકાય છે. વર્ષ 2012માં કોહલીએ ડેનિયલ વેટોરી પાસેથી કેપ્ટનશીપ પોતાના નામે કરી હતી. RCBએ વર્ષ 2012 અને 2013(9 ટીમોમાં) 5મું અને 2014માં (8 ટીમોમાં) 7મું સ્થાન મેળવ્યું હોવાથી તેના માટે પ્રથમ ત્રણ વર્ષો મુશ્કેલ સાબિત થયા હતા. ત્યાર બાદ વર્ષ 2015માં કોહલીએ RCBને પ્લેઓફમાં ત્રીજા સ્થાને પહોંચાડ્યુ અને 2016માં ફાઇનલમાં સનરાઇઝર્સ સામે હારનો સામનો કરવો પડ્યો. 2017-2019માં RCBની કિસ્મતે ફરી સાથ છોડી દીધો અને 8માં, 6ઠ્ઠા અને 8માં સ્થાન રહી. RCBએ 2020માં સારુ પ્રદર્શન કર્યુ જેથી એલિમિનેટરમાં સનરાઇઝર્સ સામે પ્લેઓફ ગુમાવવો પડ્યો હતો. ટૂંકમાં કોહલીએ 9 એડિશનમાં RCBનું નેતૃત્વ કર્યુ છે, જેમાં ત્રણ વખત પ્લેઓફ મેળવ્યો. માત્ર એક જ વખત ફાઇનલમાં પહોંચ્યા છે અને જીતનો સ્વાદ હજુ પણ ચાખ્યો નથી.
First published: September 17, 2021, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading