WTC Final: બધા પ્રશંસકોની ઇચ્છા, વિરાટ કોહલી બીજી ઇનિંગ્સમાં પણ બેટિંગ કરે, જાણો કારણ છે ખાસ

News18 Gujarati
Updated: June 19, 2021, 11:44 PM IST
WTC Final: બધા પ્રશંસકોની ઇચ્છા, વિરાટ કોહલી બીજી ઇનિંગ્સમાં પણ બેટિંગ કરે, જાણો કારણ છે ખાસ
WTC Final: બધા પ્રશંસકોની ઇચ્છા, વિરાટ કોહલી બીજી ઇનિંગ્સમાં પણ બેટિંગ કરે, જાણો કારણ છે ખાસ (AP)

બીજા દિવસના અંતે ભારતે 3 વિકેટે 146 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 44 અને રહાણે 29 રને રમતમાં છે

  • Share this:
સાઉથૈમ્પટન : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ શરૂ થઇ ગઈ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બીજા દિવસના અંતે ભારતે 3 વિકેટે 146 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 44 અને રહાણે 29 રને રમતમાં છે. કેપ્ટન વિરાટ કોહલીએ મેચમાં ઉતરતા જ નવો રેકોર્ડ બનાવ્યો છે. તે ભારત તરફથી સૌથી વધારે ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બન્યો છે. આ કેપ્ટન તરીકે તેની 61મી મેચ છે. કોહલી આ મુકાબલો જીતીને કેપ્ટન તરીકે પ્રથમ આઈસીસી ટ્રોફી પણ જીતવા માંગશે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે કોહલીની આ 201મી મેચ છે.

કોહલી કેપ્ટન તરીકે 99મી ઇનિંગ્સ રમી રહ્યો છે. જો તે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરશે તો તેની આ 100મી ઇનિંગ્સ થશે. અત્યાર સુધી કોઇ ભારતીય કેપ્ટન આમ કરી શક્યા નથી. કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટમાં 5 હજારથી વધારે રન, 20 સદી અને 15 અડધી સદી ફટકારી છે. અણનમ 254 રન તેની બેસ્ટ ઇનિંગ્સ છે. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન પણ છે.

આ પણ વાંચો - રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અંજારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ


કોહલી કેપ્ટન તરીકે પોન્ટિંગનો ખાસ રેકોર્ડ તોડી શકે છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કોહલી પાસે કેપ્ટન તરીકે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના સૌથી વધારે આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તોડવાની પણ તક છે. કોહલી 14 સદી ફટકારી પોન્ટિંગની બરાબર છે. કોહલીએ છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામને ડે-નાઇટ ટેસ્ટમાં ફટકારી હતી. આ પછી તે સદી ફટકારી શક્યો નથી. તે આ દરમિયાન 39 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે.
Published by: Ashish Goyal
First published: June 19, 2021, 11:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading