ચહલે દાન કર્યા 95 હજાર રૂપિયા, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું- કમાણી વધુ અને દાન કેમ ઓછું

News18 Gujarati
Updated: May 9, 2021, 8:14 PM IST
ચહલે દાન કર્યા 95 હજાર રૂપિયા, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું- કમાણી વધુ અને દાન કેમ ઓછું

  • Share this:
વી દિલ્લી: ઘાતક કોરોના વાયરસ સામેની જંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)અને તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) સામે આવ્યા છે અને લોકોની મદદ કરવા માટે રૂપિયા એકત્ર કરી રહ્યા છે. બંન્નેનું લક્ષ્ય 7 કરોડ રૂપિયા જેટલી રકમ એકત્ર કરવાનો હેતું છે. તેમણે તમામ લોકોને દાન કરવા માટે અપીલ કરી છે. ત્યાર બાદ ભારતીય ટીમના બોલર યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) પણ મદદ માટે આગળ આવ્યો અને તેને 95 હજાર રૂપિયાનું દાન કર્યું હતું.

વિરાટ અને અનુષ્કા કેટો પર નાણાં એકઠા કરવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યા છે જે એસીટી ગ્રાન્ટ્સને અપાશે. જે ઓક્સિજન અને હેલ્થ સાથે જોડાએલી અન્ય સુવિધાઓ પર કામ કરે છે. ચહલે 95 હજાર રૂપિયા પણ દાનમાં આપ્યા હતા પરંતુ મોટો ક્રિકેટર હોવાને કારણે લોકો તેની પાસેથી વધુ અપેક્ષા રાખતા હતા. આના પર કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર તેમની ટીકા શરૂ કરી દીધી હતી.એક યૂઝરે લખ્યું, 'ખરેખર તેઓએ 95 હજાર રૂપિયા આપ્યા છે? સારાંશ નામના બીજા યુઝરે લખ્યું, 'તે ઈચ્છે છે કે તે કેટલું દાન આપે છે પરંતુ પોતાની કુલ કમાણીમાંથી તેણે કેટલું દાન આપ્યું તેનાથી પોતે શરમ અનુભવી શકે છે.' યુવરાજ અસ્થાનાએ લખ્યું છે કે 'કરોડો રૂપિયા કમાઇ રહ્યા છે અને માત્ર 95 હજાર રૂપિયા દાનમાં આપી રહ્યા છીએ.

yuzvendra chahal ipl

yuzvendra chahal

સાત દિવસીય અભિયાન માટે વિરાટ-અનુષ્કાએ બે કરોડ રૂપિયા દાન આપ્યા હતા, જે અંતર્ગત સાત કરોડ રૂપિયા ઉભા કરવાનું લક્ષ્યાંક છે. દરમિયાન, વિરાટ કોહલીએ માહિતી આપી હતી કે, 24 કલાકથી ઓછા સમયમાં 3.6 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે. આ જીવલેણ વાયરસની બીજી લહેરને કારણે, મોટી સંખ્યામાં લોકો અસ્વસ્થ છે અને દરરોજ 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
Published by: kuldipsinh barot
First published: May 9, 2021, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading