સુરત: અસામાજિક તત્વનો આતંક, યુવક પર ત્રણ આરોપીઓનો ચપ્પુ વડે હુમલો


Updated: September 28, 2022, 5:19 PM IST
સુરત: અસામાજિક તત્વનો આતંક, યુવક પર ત્રણ આરોપીઓનો ચપ્પુ વડે હુમલો
ભૂતકાળમાં દારૂના વેપારમાં થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો કરાયો

Surat Crime: દારૂના વેપારમાં થયેલા ઝઘડાની અદાવતમાં સુરતના ચોક બજાર વિસ્તારમાં એક યુવક પર ત્રણ જેટલા શખ્સો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

  • Share this:
સુરત: શહેરમાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતે કોઈપણ વ્યક્તિ ઉપર ઘાતક હથિયાર સાથે હુમલો કરતા આ સામાજિક તત્વો અચકાતા નથી. દારૂના વેપારમાં થયેલા ઝઘડાની અદાવતમાં સુરતના ચોક બજાર વિસ્તારમાં એક યુવક પર ત્રણ જેટલા શખ્સો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલો કરવા આવેલા વ્યક્તિઓ હુમલા સમયે સીસીટીવીમાં થયા હતા. હુમલા બાદ આ તમામ આરોપીઓ ભાગી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ડામવાની મોટી-મોટી વાતો કરતી હોય છે જે વચ્ચે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતનો ચોકબજાર વિસ્તાર અસામાજિક તત્વોનો ગઢ બની રહ્યો છે. અહીંયા સામાન્ય બાબતે ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઇ જાહેરમાં એકબીજાને મારતા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. આવી વધુ એક ઘટના સામે આવતા લોકો પણ ચોકી ઉઠ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: મોંઘવારી વધતા રાવણના પૂતળાના ભાવ 30 ટકા વધ્યા

સુરતના વેર રોડ વિસ્તારમાં દારૂના વેપાર સાથે જોડાયેલા વિપુલ ડાભી નામના વ્યક્તિ ઉપર ભૂતકાળમાં દારૂના વેપારમાં થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો કરાયો હતો. તે પોતાના ઘર પાસે ઉભો હતો ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને આવ્યા હતા અને તેની પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જોકે, હુમલાની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જેના દ્વારા પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
Published by: Azhar Patangwala
First published: September 28, 2022, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading