સુરત: બસના કન્ડકટરે યુવતીને સ્પર્શ કરી કહ્યું, 'સ્ટેશન જઈને આપણે મજા કરીએ'


Updated: August 22, 2022, 4:57 PM IST
સુરત: બસના કન્ડકટરે યુવતીને સ્પર્શ કરી કહ્યું, 'સ્ટેશન જઈને આપણે મજા કરીએ'
પોલીસે પગલા ભરતાં કન્ડકટર સહિત તેની સાથે અન્ય બસોના બે કન્ડક્ટરોની ધરપકડ કરી

Surat Crime News: યુવતીઓ બીઆરટીએસ બસમાં ઘરે પરત ફરી રહી હતી. તે વખતે બસના કન્ડકટરે તેને જાણી જોઈને સ્પર્શ કર્યો હતો.

  • Share this:
સુરત: શહેરના સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીઓની છેડતી (molestation of girls) મામલે ચકચાર મચી જવા પામી છે. આ યુવતીઓ રાહુલ રાજ મોલમાં ગઇ હતી અને બીઆરટીએસ બસમાં પરત ફરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. બસના કન્ડક્ટર (bus conductor) દ્વારા બે યુવતીઓની છેડતી કરવામાં આવી હતી. યુવતીઓએ ફોન દ્વારા આ ઘટનાની જાણ માતાને કરી હતી. જે બાદ તેઓ રેલવે સ્ટેશન પહોંચી આવ્યા હતા અને બસ આવતાં જ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે પગલા ભરતાં કન્ડકટર સહિત તેની સાથે અન્ય બસોના બે કન્ડક્ટરોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

'તમારી સ્માઈલ સરસ છે'

સૌથી ઝડપી વિકાસ પામતા સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહિલા અત્યાચારોની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે.  ત્યારે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બેદરપુરામાં રહેતી બે કોલેજીયન યુવતીઓ પોતાના કામ અર્થે સુરતના ડુમાસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલમાં ગઈ હતી અને ત્યારથી બીઆરટીએસ બસમાં પરત ફરી રહી હતી. તે વખતે બસના કન્ડકટરે તેને જાણી જોઈને સ્પર્શ કર્યો હતો. જેને લઈને યુવતીએ ધક્કા મૂકીને લઈને થયું હોવાનું સમજી ધ્યાન આપ્યું ન હતું, પણ થોડીક વાર બાદ આજ બસના કન્ડકટરે યુવતીને કહ્યું કે, તમારી સ્માઈલ સરસ છે અને સ્ટેશન જઈને આપણે મજા કરીએ, આમ કહીને તેની સાથે છેડછાડ શરૂ કરી હતી.

આ પણ વાંચો: પતિના મોત બાદ જ પત્નીની આંખો થઇ ચાર, કરોડોની મિલકત હડપવા ધડ્યું જોરદાર Scam

કોઇએ મદદ ના કરી છેવટે યુવતીએ તેની માતાને કર્યો ફોન

જોકે, આ મામલે તેને બસના અન્ય વ્યક્તિઓને ફરિયાદ કરતા તેમની મદદે કોઇ ન આવતાં આખરે યુવતીએ તેની માતાને ફોન કરી પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. જે બાદ યુવતીની માતા અમિષા ચાર રસ્તા પાસે બસ ઊભી રહે છે ત્યાં આવીને ઉભી રહી હતી, પણ બસચાલકે બસ ઊભી ના રાખી અને રેલવે સ્ટેશન લઈ ગયો હતો. જો કે યુવતીની માતા તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.આ પણ વાંચો: રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર 20 ફૂટનું ગાબડું પડ્યું, 10 ગામનો સંપર્ક કપાયો

ત્રણને ઝડપી પાડતી પોલીસ

આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસે છેડતી કરનાર શાહરૂખ શેખ નામના યુવકને પકડી લીધો હતો. આ ઉપરાંત તેની સાથે રહેલ સમીર શાહ અને જયદીપ પરમારને પણ ઝડપી લીધા હતા. ત્રણે સીટી બસના કન્ડક્ટર હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આ ત્રણેય યુવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.
Published by: Azhar Patangwala
First published: August 22, 2022, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading